બેન્ક ઓફ બરોડામાં નોકરીની તક, લાખોમાં મળશે પગાર, જાણો કઈ રીતે કરશો અરજી?
Bank of Baroda Recruitment: નોકરીની રાહ જોનારાઓ માટે એક શાનદાર તક ઉભી થઈ છે. બેન્ક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
Bank of Baroda Recruitment: નોકરીની રાહ જોનારાઓ માટે એક શાનદાર તક ઉભી થઈ છે. બેન્ક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. સરકારી બેન્કમાં કામ કરવાનું સ્વપ્ન જોતા ઉમેદવારો માટે આ એક શાનદાર તક છે. બેન્ક ઓફ બરોડાએ મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક ગોલ્ડન તક છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 ઓક્ટોબર, 2025થી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 30 ઓક્ટોબર, 2025 સુધી અરજી કરી શકે છે.
2/5
બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ, bankofbaroda.in પર જ અરજીઓ કરી શકાય છે. કોર્પોરેટ અને સંસ્થાકીય ક્રેડિટ વિભાગમાં આ ભરતી નિયમિત ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. કુલ 50 પદો માટે આ ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. બેન્કે તેની વેબસાઇટ પર આ ભરતી અંગે વિગતવાર સૂચના પણ બહાર પાડી છે.
3/5
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં ફાઇનાન્સમાં ડિપ્લોમા અથવા CA, CMA, CS, અથવા CFA ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે
4/5
પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 64,820 થી 120,940 રૂપિયા સુધીનો પગાર મળશે. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ ચર્ચા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
5/5
અરજદારોની ઉંમર 25 થી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરતા પહેલા ઉમેદવારોને કોઈપણ ભૂલો ટાળવા માટે સત્તાવાર નોટિફિકેશનને કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
Continues below advertisement
Published at : 14 Oct 2025 12:21 PM (IST)