ગુજરાતમાં જૂનિયર ફાર્માસિસ્ટની ભરતી, આ દિવસથી કરી શકશો અરજી
સરકારી નોકરી શોધી રહેલા ફાર્મસી સાથે સંકળાયેલા યુવાનો માટે એક ગોલ્ડન તક આવી છે.ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ જુનિયર ફાર્માસિસ્ટની 100થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે
પ્રતિકાત્મક તસવીર
1/5
સરકારી નોકરી શોધી રહેલા ફાર્મસી સાથે સંકળાયેલા યુવાનો માટે એક ગોલ્ડન તક આવી છે. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) જુનિયર ફાર્માસિસ્ટની 100થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 14 જુલાઈ, 2025થી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાત સરકારની સત્તાવાર ભરતી વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
2/5
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે B.Pharma અથવા D.Pharma ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત, સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોને હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ જેથી તેઓ ફાર્માસિસ્ટની જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવી શકે.
3/5
આ જગ્યાઓ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, સરકારી નિયમો મુજબ, અનામત શ્રેણીઓને પણ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 40,800 પગાર આપવામાં આવશે. આ પગાર ધોરણ શરૂઆતના સ્તર અનુસાર નક્કી કરવામાં આવ્યું છે, જેમાં અનુભવ અને પ્રમોશન અનુસાર વધારો થવાની શક્યતા છે.
4/5
ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) ના આધારે કરવામાં આવશે. પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પહેલા વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવું પડશે. હોમપેજ પર સંબંધિત ભરતી જાહેરાત પર ક્લિક કરો. હવે "Apply Online" બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરવાનું શરૂ કરો. તમારી જરૂરી માહિતી દાખલ કરો, જેમ કે નામ, જન્મ તારીખ, શિક્ષણ વગેરે. દસ્તાવેજો અપલોડ કરો અને નિર્ધારિત અરજી ફી ચૂકવો. સબમિટ કર્યા પછી અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ લો અને તેને સેવ કરો.
5/5
અરજી પ્રક્રિયા 14 જૂલાઈથી શરૂ થઈ રહી હોવા છતાં તેની છેલ્લી તારીખ ટૂંક સમયમાં નોટિફિકેશન દ્ધારા જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઉમેદવારોને સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઈપણ ટેકનિકલ સમસ્યા અથવા છેલ્લી ઘડીની મુશ્કેલી ટાળી શકાય.
Published at : 08 Jul 2025 11:08 AM (IST)