ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસરના પદો પર ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની 68 જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 10 જાન્યુઆરી, 2025 સુધી સત્તાવાર વેબસાઇટ ippbonline.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા કુલ 68 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓ ભરવાની છે.
આ ડ્રાઇવ આસિસ્ટન્ટ મેનેજર (IT) ની 54 જગ્યાઓ, મેનેજરની 2 જગ્યાઓ (IT - ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક અને ક્લાઉડ) અને મેનેજર (IT - પેમેન્ટ સિસ્ટમ), મેનેજર (IT - Enterprise Data Warehouse), સિનિયર મેનેજર (IT – પેમેન્ટ, આઉટસોસિંગ અને મેનેજમેન્ટ)ની એક-એક પદ પર ભરતી કરાશે.
આસિસ્ટન્ટ મેનેજર (IT) માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોમ્પ્યુટર સાયન્સ, IT, કોમ્પ્યુટર એપ્લિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યૂનિકેશન અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં BE/B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે.
મેનેજર અને સિનિયર મેનેજર (IT) ની પોસ્ટ માટે ઉમેદવારો પાસે નિયત અનુભવ સાથે સમાન વિષયોમાં BE/B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. પાત્રતા સંબંધિત માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીની ફી 150 રૂપિયા છે.
અરજી કરવા માટે ઉમેદવારો પહેલા સત્તાવાર સાઇટ ippbonline.com પર જાઓ. હોમપેજ પર ‘Career’ ટેબ પર ક્લિક કરો. હવે સંબંધિત ભરતી લિંક પર જાઓ. રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો. ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.