સરકારી કંપનીમાં 1800 થી વધુ જગ્યોએ માટે ભરતી બહાર પડી, જાણો અરજીની છેલ્લી તારીખ કઈ છે
IOCL Jobs 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને આ ઝુંબેશ માટે અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાલી જગ્યાની વિગતો: આ ભરતી અભિયાન દ્વારા કુલ 1820 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં કેમિકલ પ્લાન્ટ ઓપરેટર, ફિટર, બોઈલર, ટેકનિશિયન, ઈલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.
ઉંમર મર્યાદા: ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થશે.
છેલ્લી તારીખ: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2024 છે.
કેવી રીતે અરજી કરવી: અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ iocl.com ની મુલાકાત લેવી પડશે. અહીં તમામ વિગતો દાખલ કરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.