MBA કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહી જુઓ એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલ
જો તમે પણ MBA કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને મેનેજમેન્ટ માટે એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નોંધનીય છે કે IIM એ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ છે. પરંતુ જો તમે તેમાં પ્રવેશ મેળવી શકતા નથી, તો તમે એશિયાની અન્ય ટોચની કોલેજોમાં પણ વિકલ્પો શોધી શકો છો. આ લિસ્ટ QS ગ્લોબલ MBA રેન્કિંગ પર આધારિત છે. જે દર વર્ષે વિશ્વભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંગાપોરની નેશનલ યુનિવર્સિટી - બિઝનેસ સ્કૂલોમાં તે એશિયામાં પ્રથમ ક્રમે છે. વૈશ્વિક સ્તરે તેનું રેન્ક 24મું છે. એક્ઝિક્યુટિવ એમબીએ રેન્કિંગ 2023 – ગ્લોબલમાં તેને 15મું સ્થાન મળ્યું છે. તે સિંગાપોરની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે.
Tsinghua University: આ યુનિવર્સિટી ચીનમાં આવેલી છે. તેની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પૂર્ણ સમયના MBA રેન્કિંગમાં તે એશિયામાં બીજા ક્રમે છે. તેનું રેન્કિંગ વિશ્વમાં 28મું છે. તે બેઇજિંગની મુખ્ય યુનિવર્સિટીઓમાં સામેલ છે.
નાનયાંગ બિઝનેસ સ્કૂલ - આ સિંગાપોરની બીજી ટોચની બિઝનેસ સ્કૂલ છે, જે એક્ઝિક્યુટિવ MBA માટે વૈશ્વિક સ્તરે 23મા ક્રમે છે. પૂર્ણ સમયના એમબીએમાં તેનું સ્થાન 34મું છે.
હોંગકોંગ યુનિવર્સિટી - હોંગકોંગમાં સ્થિત આ યુનિવર્સિટી ખૂબ પ્રખ્યાત છે અને તેનું વૈશ્વિક રેન્કિંગ પણ સારું છે. MBA માટે તે વિશ્વમાં 35મું અને એશિયામાં ત્રીજા ક્રમે છે. આ સિવાય એક્ઝિક્યુટિવ MBAની રેન્કિંગમાં તે 7મા ક્રમે છે.
ચાઇના-યુરોપ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ - આ સંસ્થા શાંઘાઇ, ચીનમાં સ્થિત છે અને MBAમાં વૈશ્વિક સ્તરે 38મા ક્રમે છે. એશિયામાં 5મો ક્રમ અને એક્ઝિક્યુટિવ MBAમાં 42મો રેન્ક ધરાવે છે. જો તમે ભારત સિવાય અન્ય બિઝનેસ સ્કૂલો શોધી રહ્યા છો, તો ઉપર જણાવેલ સંસ્થાઓ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.