Bank Recruitment 2024: આ બેન્કમાં બહાર પડી 1500 પદો પર ભરતી, અરજી કરવાની કઇ છે અંતિમ તારીખ?
Union Bank Recruitment 2024: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તમારી છેલ્લી તક છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકલ બેન્ક ઓફિસરની 1500 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત ફી ભરીને બેન્કની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. આજે એટલે કે 13મી નવેમ્બર આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભરતીમાં ભાગ લેવા માટે, 1 ઓક્ટોબર, 2024ના રોજ અરજદારની લઘુત્તમ વય 20 વર્ષથી ઓછી અને મહત્તમ વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. આ સાથે ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારો માટે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
અરજી કરવા માટે સૌ પ્રથમ અરજદારે બેન્કની સત્તાવાર વેબસાઇટ, unionbankofindia.co.in પર જવું પડશે. વેબસાઇટના મેઇન પેજ પર રિક્રૂટમેન્ટમાં ગયા પછી કરન્ટ રિક્રૂટમેન્ટ સેક્શન પર ક્લિક કરો અને અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો અને આગળ વધો. આ પછી પ્રથમ જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરો. પછી જરૂરી માહિતી આપીને ફોર્મ ભરો. ફી જમા કરો અને સબમિટ કરો. જેમાં સહી અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને રાખો.
આ ભરતી દેશભરના વિવિધ રાજ્યોમાં કરવામાં આવશે. આમાં કર્ણાટકમાં સૌથી વધુ 300 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 200, આસામમાં 50, ગુજરાતમાં 200, કેરળમાં 100, મહારાષ્ટ્રમાં 50, ઓડિશામાં 100, તમિલનાડુમાં 200, તેલંગણામાં 200 અને પશ્ચિમ બંગાળમાં 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.