કમાણીની તક! આ અઠવાડિયે 3 આઈપીઓ લોન્ચ થશે, 4 IPO થશે લિસ્ટ
ગયા અઠવાડિયે, JNK ઇન્ડિયાનો માત્ર એક મેઇનબોર્ડ IPO આવ્યો હતો. તેને અંદાજે 28 વખત સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. તેનું લિસ્ટિંગ 30મી એપ્રિલે થવા જઈ રહ્યું છે. ઉપરાંત, 3 SME IPOનું લિસ્ટિંગ પણ BSE SME પર 30મી એપ્રિલે જ થશે. તેમાં Emmforce Autotech, શિવમ કેમિકલ્સ અને Varyaa Creationsનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ, આ સપ્તાહે 3 SME કંપનીઓ બજારમાં તેમનો IPO લાવવા જઈ રહી છે. તેને સારો પ્રતિસાદ મળવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત IPOના સંદર્ભમાં ધીમી રહી છે. પરંતુ હવે બજારે જોર પકડ્યું છે. આગામી થોડા અઠવાડિયા IPO માર્કેટ માટે પણ શાનદાર રહેવાના છે. આ અઠવાડિયે આવનાર IPO પર એક નજર કરીએ.
આ કંપનીનો IPO (સાઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્સ) 30 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 મેના રોજ બંધ થશે. કંપની IPO દ્વારા 15 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. IPOની કિંમત 60 રૂપિયા રાખવામાં આવી છે. તમારે એક લોટમાં 2000 શેર ખરીદવા પડશે. તેનો 50 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે. કંપની સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોનો વેપાર અને માર્કેટ કરે છે.
આ કંપની (Amkay Products) મેડિકલ ડિવાઇસ અને હેલ્થકેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. તેનો IPO 30 એપ્રિલથી 3 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા 12.61 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. તેની પ્રાઇસ બેન્ડ 52 થી 55 રૂપિયા રાખવામાં આવી છે. તમારે એક લોટમાં 2000 શેર ખરીદવા પડશે. તેનો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે.
આ કંપનીનો IPO (સ્ટોરેજ ટેક્નોલોજીસ એન્ડ ઓટોમેશન) 30 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 મેના રોજ બંધ થશે. કંપની IPO દ્વારા રૂ. 29.95 કરોડ એકત્ર કરવા માંગે છે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 73 થી 78 રૂપિયા રાખવામાં આવી છે. તમારે એક લોટમાં 1600 શેર ખરીદવા પડશે. તેનો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે. કંપની મેટલ સ્ટોરેજ રેક્સ, ઓટોમેટેડ વેરહાઉસ અને અન્ય સ્ટોરેજ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.