UPSC IAS Toppers 2023: આ ચાર યુવતીઓએ UPSC CSE 2022 માં કર્યું ટોપ, બધા વિશે જાણો

UPSC CSE 2022 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇશિતા કિશોરે આ પરીક્ષામાં ટોપ કર્યું છે, જ્યારે બિહારની ગરિમા લોહિયા બીજા નંબર પર રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઇશિતા કિશોરે પરીક્ષામાં ટોપ કર્યું છે. તેનો રોલ નંબર 5809986 છે. તેણે ઓપ્શનલ વિષય તરીકે પોલિટિક સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન્સ રાખ્યું હતું. તેણે DUના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર (ઓનર્સ)માં ગ્રેજ્યુએશન કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થી રહેલી ગરિમા લોહિયાએ UPSC CSE પરીક્ષામાં 2 રેન્ક મેળવ્યો છે. તેણે કિરોડીમલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેનો ઓપ્શનલ વિષય કોમર્સ અને એકાઉન્ટેન્સી હતો.
ઉમા હરથી એનએ UPSC CSE પરીક્ષામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તેણે IIT હૈદરાબાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેનો ઓપ્શનલ વિષય એંથ્રોપોલોજી હતો.
સ્મૃતિ મિશ્રાએ UPSC CSE પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ સ્થિત મિરાન્ડા હાઉસ કોલેજમાંથી સ્નાતક કર્યું છે. તે નો ઓપ્શનલ વિષય ઝૂલોજી હતો.