લોકસભા ચૂંટણીને કારણે UPSC ની પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા
પ્રારંભિક પરીક્ષા 26 મે 2024 ના રોજ યોજાવાની હતી. UPSC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસત્તાવાર માહિતી અનુસાર, પંચે લોકસભા ચૂંટણીને કારણે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામિનરી અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામ 2024 સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
હવે પરીક્ષા 26મી મેના બદલે 16મી જૂને લેવામાં આવશે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સંબંધિત અપડેટ્સ માટે, UPSC વેબસાઇટ https://upsc.gov.in/ ની મુલાકાત લો.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 દ્વારા કુલ 1056 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સિવિલ સર્વિસ પરીક્ષાના ત્રણ તબક્કા છે - પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ પરીક્ષામાં દરેક 200 ગુણના બે પેપર છે - પેપર-1 એટલે કે GS અને CSAT. GS પેપરમાં 100 પ્રશ્નો અને CSATમાં 80 પ્રશ્નો છે. દરેક પેપર બે કલાકનું છે.
ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ પણ છે. CSAT પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. જ્યારે મેન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટિંગ GS એટલે કે પેપર-1માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.