Jobs: ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાં બહાર પડી મોટી ભરતી, 19 ડિસે. સુધી કરી શકશો અરજી, જાણો
UIIC Recruitment 2024: યૂનાઈટેડ ઈન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂનાઈટેડ ઈન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ (UIIC) એ એક્ચ્યૂરીની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી IRDAI (એક્ચ્યુરિયલ, ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન્સ ઑફ ઇન્સ્યૉરર્સ) રેગ્યૂલેશન્સ, 2024 હેઠળ કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 19 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. આ જગ્યાઓ પૂર્ણ-સમયના કરારના આધારે ભરવામાં આવશે.
આ પૉસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો એક્ટ્યૂરીઝ એક્ટ, 2006 હેઠળ સાથી સભ્યો હોવા જોઈએ. ઉપરાંત ઈન્સ્ટિટ્યુટ ઓફ એક્ટ્યૂરીઝ ઓફ ઈન્ડિયા (IAI) ના સાથી સભ્ય બનવું ફરજિયાત છે. ઉમેદવારને જનરલ ઈન્સ્યૉરન્સ, એન્ટરપ્રાઇઝ રિસ્ક અને ઈન્વેસ્ટમેન્ટ રિઝર્વેશનનો અનુભવ હોવો જોઈએ.
અરજદારની મહત્તમ ઉંમર 60 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતવાર માહિતી માટે, તમે સૂચના જોઈ શકો છો.
રસ ધરાવતા ઉમેદવારો સૂચનામાં આપેલા ફોર્મેટ મુજબ તેમની અરજી નીચેના સરનામે મોકલી શકે છે. એચઆરએમ ડિપાર્ટમેન્ટ, 8મો માળ, યૂનાઈટેડ ઈન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ 24, વ્હાઈટ્સ રોડ, ચેન્નાઈ - 600014.
પસંદગી પ્રક્રિયા ફક્ત ઇન્ટરવ્યૂ પર આધારિત હશે. UIIC એ ઉમેદવારોને અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો જોડવાની સલાહ આપી છે.
કવરના ઉપરના ભાગે ખુણામાં લખો Application for Actuary in addition to Appointed Actuary સાથે જ અરજીને recruitment@uiic.co.in અને આની કૉપી hoactuarial@uiic.co.in પર પણ મોકલો.