Election 2024: ઘરે બેસીને વૃદ્ધો કેવી રીતે આપી શકે છે મત? જાણો સંપૂર્ણ પ્રોસેસ
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે મતદાન માટે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને કુલ સાત તબક્કામાં મતદાન થશે. જે બાદ 4 જૂને પરિણામ જાહેર થશે.
ચૂંટણી પંચ દ્વારા મતદાનને લગતી માહિતી પણ આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કયા લોકોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા મળશે.
દર વખતે ચૂંટણીમાં 85 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વિકલાંગોને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
ચૂંટણી પંચ પાસે મતદારોની માહિતી હોય છે, ફોર્મ 12D ચૂંટણી અધિકારીઓ વતી આવા મતદારોની યાદી તૈયાર કરવામાં આવે છે. જેના દ્વારા તેઓએ પોતાનો મત આપી શકે છે. તમે સક્ષમ એપની મુલાકાત લઈને પણ ઘરે બેઠા મતદાન માટે અરજી કરી શકો છો
આ પોસ્ટલ બેલેટ છે, જે ચૂંટણી અધિકારી અને પોલીસકર્મીની હાજરીમાં પૂર્ણ થાય છે. આ સાથે લોકો ઘરે ઘરે તેમના મનપસંદ ઉમેદવારને મત આપે છે.
પોલિંગ બૂથની જેમ અહીં પણ સંપૂર્ણ ગોપનીયતા આપવામાં આવે છે, એટલે કે કોને કોને મત આપ્યો છે તેની કોઈને ખબર નથી પડતી, મતદાન થયા પછી પરબિડીયું સીલ થઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -