રોકડા રૂપિયા લઇને નીકળવું તમને પડી શકે છે ભારે, જાણો કેમ જપ્ત કરી શકે છે પોલીસ

Election Code Of Conduct: ચૂંટણી પંચ દ્ધારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે બાદ હવે રોકડને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Election Code Of Conduct: ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે બાદ હવે રોકડને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
2/7
જો તમે આ દિવસોમાં તમારી સાથે રોકડ રાખવાનું વિચારી રહ્યા છો, તો સાવચેત રહો કારણ કે પોલીસ તમને પકડી શકે છે અને રોકડ જપ્ત કરી શકે છે.
3/7
આ દિવસોમાં રસ્તાઓ પર દોડતી તમામ કાર અને વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે, જો કોઈ રોકડ સાથે મળી આવે તો તેને રોકવામાં આવી શકે છે
4/7
વાસ્તવમાં ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, ત્યારબાદ હવે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે.
5/7
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેમાં અનેક પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ છે.
6/7
આચારસંહિતા લાગુ થયા બાદ દેશભરમાં કડક ચેકિંગ શરૂ થાય છે, ચૂંટણી પંચ ચૂંટણીમાં વપરાતી રોકડ પર ચાંપતી નજર રાખે છે.
7/7
આચારસંહિતા દરમિયાન જો તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે લઈ જાવ છો તો પોલીસ તમને પકડી શકે છે અને આ પૈસા જપ્ત થઈ શકે છે.જો રોકડ સાથે રાખવાની જરૂર હોય તો તમારે ત્રણ વસ્તુઓ તમારી સાથે રાખવી જોઈએ. પ્રથમ તમારે તમારું ઓળખ કાર્ડ, બીજુ બેન્ક અથવા ATM સ્લિપ અને ત્રીજું તમારે જણાવવું પડશે કે તમે આ પૈસા કયા હેતુ માટે લઈ રહ્યા છો.
Sponsored Links by Taboola