Model Code Of Conduct: શું આચારસંહિતા દરમિયાન દારૂના ઠેકાની હરાજી થઈ શકે?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા હતા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, છત્તીસગઢમાં 7 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. છત્તીસગઢમાં 17 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન યોજાશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે, તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 30 નવેમ્બરે યોજાશે. ખાસ વાત છે કે, 3 ડિસેમ્બરે તમામ પાંચેય રાજ્યોની મતગણતરી યોજાશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ પાંચેય ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ પછી ઘણી વસ્તુઓ પર નિયંત્રણો આવશે.
ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પછી, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા કેસોને રોકી દેવામાં આવે છે. એટલે કે દારૂના ઠેકા વગેરેની હરાજી અટકાવી શકાશે.
જરૂર જણાય ત્યાં સરકાર દ્વારા વચગાળાની વ્યવસ્થા કરી શકાય છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અહીં હરાજી શરૂ થાય છે.
આચારસંહિતા લાગુ થયા બાદ અનેક પ્રકારની યોજનાઓ અને તેના બજેટ અંગે નિયંત્રણો લાદવામાં આવે છે.
તેવી જ રીતે, આચારસંહિતા બાદ દારૂના ઠેકાઓને લઈને અલગ નિયમો છે.