પવન કલ્યાણ પાસે હવે Y+ સુરક્ષા પણ છે: ત્રણ પત્નીઓના ચાર બાળકો, 12 કાર; જાણો કેટલી મિલકતના માલિક છે

Pawan Kalyan: અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા પવન કલ્યાણ એ મેગાસ્ટાર કે. ચિરંજીવીના નાના ભાઈ છે. તેમણે 2014માં જનસેના પાર્ટીની રચના કરી હતી.

જનસેના પ્રમુખ પવન કલ્યાણ આંધ્રપ્રદેશમાં ડેપ્યુટી સીએમ તરીકેનો કાર્યભાર સંભાળે તે પહેલા રાજ્ય સરકારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી છે.(તસવીર-એબીપી લાઈવ)

1/9
આંધ્ર પ્રદેશ સરકારે અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણને Y-Plus સુરક્ષા ઉપરાંત બુલેટપ્રૂફ કાર પણ ફાળવી છે.
2/9
બુધવાર (એપ્રિલ 19, 2024), પવન કલ્યાણ આંધ્રના પંચાયત રાજ,ગ્રામીણ વિકાસ,પર્યાવરણ અને વન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે.
3/9
પવન કલ્યાણે ત્રણ વાર લગ્ન કર્યા. તેમના પ્રથમ લગ્ન 1997માં નંદિની સાથે થયા હતા, પરંતુ તેમની સાથેનો આ સંબંધ માત્ર 10 વર્ષ જ ટકી શક્યો.
4/9
બીજા લગ્ન અભિનેત્રી રેણું દેસાઇ સાથે 2008 માં કર્યા. પવન કલ્યાણને તેમની સાથે 2 સંતાન પણ હતી પરંતુ આ લગ્ન 2012 માં તૂટી ગયા.
5/9
તલાક પછી પવન કલ્યાણને ત્રીજા લગ્ન કર્યા. તેમણે રશિયાની મોડેલ અન્ના ને જીવનસંગીની બનાવીને તેની સાથે ત્રીજા લગ્ન કર્યા
6/9
પવન કલ્યાણને તેની સાથે એક છોકરો છે,જયારે તેમની કુલ 4 સંતાનો છે, બાળકો સિવાય તેમની પાસે લગભગ 12 ગાંડિયો છે.
7/9
ચૂંટણી એફિડેવિટ મુજબ, અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 215% થી વધુનો વધારો થયો છે.
8/9
આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કરતી વખતે, પવન કલ્યાણે રૂ. 164.52 કરોડની કૌટુંબિક સંપત્તિ જાહેર કરી.
9/9
જનસેનાના નેતા પાસે રૂ. 41.65 કરોડની ચલ સંપત્તિ છે, જેમાં રૂ. 14 કરોડની કિંમતની 11 કાર (મર્સિડીઝ અને રેન્જ રોવર વગેરે)નો સમાવેશ થાય છે.
Sponsored Links by Taboola