Lok Sabha Election 2024: કંગના રનૌતે મંડી સીટથી નોંધાવી ઉમેદવારી, કહ્યું- ક્યાંક આ પ્રથમ અને છેલ્લી ચૂંટણી ન હોય
મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોમિનેશન ફાઈલ કરતા પહેલા કંગનાએ કહ્યું કે, આ મારા માટે ભાગ્યની વાત છે કે આજે પીએમ મોદી બડી કાશીથી નોમિનેશન ફાઈલ કરવાના છે અને હું છોટી કાશીથી જઈ રહી છું.
નોમિનેશન પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર અને બીજેપીના અન્ય નેતાઓ તેમના પ્રચાર વાહન પર હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા.
કંગનાના નોમિનેશન વખતે તેની માતા આશા રનૌત પણ હાજર હતી. તેમણે કહ્યું કે અમે જ્યાં પણ હતા ત્યાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે કંગના માટે પ્રાર્થનાઓ માંગીએ છીએ. આ લોકો કંગના પર તીખી ટીપ્પણીઓ કરી રહ્યા છે, કોંગ્રેસની મહિલા શક્તિ અને ભાજપની મહિલા શક્તિને આ ગમશે નહીં. દરેકના ઘરમાં સ્ત્રીઓ અને દીકરીઓ હોય છે.
કંગનાએ કહ્યું, આ ભારત માટે સૌભાગ્યની વાત છે કે પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. મંડીની પુત્રીને આ તક આપીને તેણે સમગ્ર હિમાચલને ગૌરવ અપાવ્યું છે.
અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, મને આશા છે કે આ મારા માટે પ્રથમ અને છેલ્લી ચૂંટણી નહીં હોય. તેણે કહ્યું કે, 4 જૂને વિજય ધ્વજ ફરકાવવામાં આવશે.