Lok Sabha Elections 2024: ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો
ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. ગેનીબેને બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.
1/5
આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાએ પરિવાર સાથે કેશવપુરા,આંકલાવ ખાતે મતદાન કર્યું હતું.
2/5
રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.
3/5
રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહીલે મતદાન કર્યું હતું.
4/5
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કરવા ગયા ત્યારે બહેનોને હાર પહેરાવી કુમકુમ તિલક કર્યુ હતું.
5/5
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 07 May 2024 05:36 PM (IST)