Mizoram Assembly Elections: મિઝોરમમાં કાલે મતદાન, આ 4 સીટો પર રહેશે નજર
મિઝોરમમાં મંગળવારે (7 નવેમ્બર) વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિઝોરમમાં 40 સીટો પર ચૂંટણી યોજાવાની છે, પરંતુ 4 સીટો એવી છે જેના પર બધાની નજર ટકેલી છે.
આ યાદીમાં પ્રથમ સીટ આઈઝોલ-ઈસ્ટ-1 છે. મિઝોરમના વર્તમાન સીએમ જોરામથાંગા આ સીટ પર ચૂંટણી લડશે.
જોરમ પીપલ્સ મૂવમેન્ટના ઉપાધ્યક્ષ લાલથાનસાંગા આઈઝોલ-ઈસ્ટ-1 સીટ પર સીએમ જોરામથાંગા સામે ચૂંટણી લડશે.
જોરામ નેશનાલિસ્ટ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા સેરછિપ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તેમનો મુકાબલો MNF પાર્ટીના નવા આવેલા જે. માલસાવમઝુઅલ વાંચાવાંગ અને કોંગ્રેસના ઉમેદવાર આર. વાનલાતલુઆંગાના છે.
હચ્ચેક વિધાનસભા સીટને મિઝોરમની હોટ સીટ પણ માનવામાં આવે છે. અહીંથી રાજ્યના વર્તમાન ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયટે અને કોંગ્રેસના ધારાસભ્ય લાલરિંદિકા રાલ્ટે વચ્ચે મુકાબલો થશે. આઇઝોલ વેસ્ટ-III સીટ પણ મિઝોરમની લોકપ્રિય સીટમાંથી એક છે. આ બેઠક પર મિઝોરમ નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે.
આઇઝોલ વેસ્ટ-III સીટ પણ મિઝોરમની લોકપ્રિય સીટમાંથી એક છે. આ બેઠક પર મિઝોરમ નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે.
વર્તમાન ધારાસભ્ય વીએલ જૈથનજામા અને મિઝોરમ કોંગ્રેસના પ્રમુખ લાલ સાવતા આઈઝોલ વેસ્ટ-III સીટ પર સામસામે ટકરાશે. મિઝોરમ નેશનલ ફ્રન્ટના ઉમેદવાર કે. સોમવેલા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.