Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: ઘણી વખત કેટલાક લોકોને પોલિંગ બૂથ પર મતદાન કરવાથી રોકવામાં આવે છે, પોલિંગ એજન્ટો તેમને તેમની ઓળખ સાબિત કરવા કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પહેલા લોકોને તેમના અધિકારો અને મતદાન મથક પર જોવા મળતી બાબતોમાં ખૂબ રસ હોય છે
ઘણી વખત વોટિંગ દરમિયાન નકલી વોટ નાખવાના સમાચાર આવતા રહે છે. મતલબ કે કેટલાક લોકો બીજાના નામે પણ મત આપવા જાય છે.
આવા નકલી મતદારોને રોકવા માટે તમામ રાજકીય પક્ષો તેમના પોલિંગ એજન્ટોને મતદાન મથક પર મોકલે છે. જે તમામ મતદારો પર નજર રાખે છે.જો એજન્ટને પોલિંગ બૂથ પર કોઈ વ્યક્તિ પર શંકા હોય તો તે તેને મતદાન કરતા રોકી શકે છે. આ માટે અલગ નિયમ પણ બનાવવામાં આવ્યો છે.
પોલિંગ એજન્ટે આ માટે ચૂંટણી અધિકારીને જાણ કરવી પડશે અને બે રૂપિયા ચૂકવવા પડશે, ત્યારબાદ મતદારની તપાસ કરવામાં આવે છે અને જો મતદાર નકલી નીકળે તો મત રદ કરવામાં આવે છે અથવા તેને મતદાન કરતા અટકાવવામાં આવે છે.
આ પ્રક્રિયાને ચેલેન્જ વોટ કહેવામાં આવે છે. જો મતદાર તેની ઓળખ સાબિત કરે તો પોલિંગ એજન્ટનો વાંધો નકારી કાઢવામાં આવે છે અને બે રૂપિયા જમા કરી દેવામાં આવે છે.