Rajasthan Election Result 2023: કોણ છે BJP જયપુરની રાજકુમારી દીયા કુમારી, જુઓ તસવીરો
જયપુરની રાજકુમારી દીયા કુમારીએ રાજસ્થાનમાં જીતનો શ્રેય પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજ્યના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના વિદ્યાધર નગર વિધાનસભા મતવિસ્તારમાંથી 71,368 મતોથી જીતેલા જયપુરના રાજવી પરિવારના સભ્ય દીયા કુમારીએ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી રાજ્યના લોકો માટે સુશાસન સુનિશ્ચિત કરવા તૈયાર રહેશે.
દીયા કુમારી જયપુર રજવાડાના છેલ્લા શાસક મહારાજા માન સિંહ દ્વીતીય ની પૌત્રી છે. તે વર્ષ 2013માં ભાજપમાં જોડાઈ હતી. તેમણે 2013માં યોજાયેલી ચૂંટણીમાં કિરોરી લાલ મીણાને હરાવ્યા હતા.
વર્ષ 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, દીયા કુમારીએ રાજસમંદ મતવિસ્તારમાંથી 5.51 લાખ મતોના માર્જિનથી જીત મેળવી અને સંસદમાં પ્રવેશ કર્યો.
જયપુરની રાજકુમારી દીયા કુમારીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં પોતાને જયપુરની પુત્રી અને સ્ટ્રીટ પ્રિન્સેસ તરીકે રજૂ કરી હતી અને લોકોને તેમને મત આપવા અપીલ કરી હતી.
જયપુરના પૂર્વ રાજપરિવાર મહારાજા સવાઈ ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર પુત્રી દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ થયો હતો.
દીયા કુમારીએ નવી દિલ્હીની મોર્ડન સ્કૂલ, મુંબઈની જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ અને જયયુપરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો છે. તેણે લંડનમાં ડેકોરેટિવ આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે.
હાલ દીયા કુમારી રાજસ્થાન બીજેપી મહિલા મોરચાની પ્રદેશ પ્રભારી છે. રાજનીતિ ઉપરાંત તે પોતાનું એનજીઓ પણ ચલાવે છે. (તમામ તસવીર સૌજન્યઃ diyakumariofficial ઈન્સ્ટાગ્રામ)