Tripura Elections 2023: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ, વહેલી સવારથી જ લગાવી લાઈન
ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોએ લાઈન લગાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃદ્ધોમાં મતદાનને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
સીપીઆઈ(એમ) 47 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય ટીપરા મોથા પાર્ટીએ 42 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસે 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
ત્રિપુરાના સીએમ અને ભાજપના ટાઉન બોરદોવાલીના ઉમેદવાર, માણિક સાહાએ કહ્યું, અમે શાંતિપૂર્ણ મતદાન ઈચ્છીએ છીએ. લોકો મને પૂછે છે કે મારી સામે પડકાર શું છે? પડકાર એ છે કે પ્રતિસ્પર્ધીઓ (કોંગ્રેસ-ડાબેરીઓ) કે જેઓ અપવિત્ર ગઠબંધનમાં ભેગા થયા છે તેઓ શાંતિ જાળવી રાખે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ત્રિપુરાના લોકોએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવું જોઈએ અને લોકશાહીના તહેવારને મજબૂત બનાવવો જોઈએ. હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ