કઇ સ્થિતિમાં રદ્દ થઇ જાય છે તમારો મત, જાણો ક્યારે છીનવાઇ જાય છે મતાધિકાર?
જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમે ભારતના બંધારણ હેઠળ મતદાન કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે કયા સંજોગોમાં તમારો મત રદ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં મતદાનની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન, આજે આપણે જાણીશું કે કયા સંજોગોમાં મતદારનો મત રદ થઈ શકે છે.
મતદાન કરવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો તમે મતદાન કરી શકતા નથી.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 62(3) મુજબ, કોઈ પણ વ્યક્તિ એક જ કેટેગરીના એક મતદારક્ષેત્રમાંથી એક કરતા વધુ મત આપી શકતો નથી.
ઉદાહરણ તરીકે વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ મતદારક્ષેત્રમાંથી મતદાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ એક કરતા વધુ મતવિસ્તારમાં મતદાન કરે છે તો તેના દ્વારા પડેલા તમામ મતો નકારી કાઢવામાં આવશે.
ભૂલથી પણ જો કોઈ વ્યક્તિનું નામ બે વાર યાદીમાં આવી જાય તો તે વ્યક્તિનો મત રદ ગણવામાં આવે છે. ભલે તે વ્યક્તિએ બે વાર મતદાન કર્યું હોય.