Election 2024: કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે આપ્યો હોય વોટ તો તરત જ કરો આ કામ, મતદાનનો ફરી મળશે મોકો
ચૂંટણી પંચ દ્વારા થોડા દિવસો પહેલા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.
હવે સામાન્ય લોકોના મનમાં ચૂંટણી સંબંધિત ઘણા પ્રશ્નો છે, જેના જવાબો તેમના માટે મહત્વપૂર્ણ છે.
એક સવાલ એ પણ છે કે જો કોઈ તમારા નામે નકલી વોટ નાખે તો પણ શું તમે વોટ આપી શકો?
ભારતીય ચૂંટણી આચાર અધિનિયમ 1961માં આ માટેની જોગવાઈ છે. જો આવું થાય, તો તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શકો છો.
તમારી પાસે તમારું વોટર આઈડી કાર્ડ અને વોટિંગ સ્લિપ હોવી જોઈએ. ચૂંટણી અધિકારી તમને કેટલાક પ્રશ્નો પૂછી શકે છે, જેના પછી તમે સ્લિપ દ્વારા મત આપી શકો છો. આને ટેન્ડર વોટિંગ કહેવામાં આવે છે.