Voter ID Card: ચૂંટણી કાર્ડ બનાવવા કયા દસ્તાવેજોની પડે છે જરૂર, આજે જ કરો અરજી

ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને ત્યાર બાદ અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હવે દેશની સૌથી મોટી ચૂંટણી આવી રહી છે, આવી સ્થિતિમાં તમારા માટે તમારું વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. કારણ કે મતદાન એ તમારો સૌથી મોટો અધિકાર છે.

જો તમે હજુ સુધી મતદાર કાર્ડ નથી બનાવ્યું અથવા પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છો, તો તરત જ તેના માટે અરજી કરો.
મતદાર આઈડી કાર્ડ માટે કયા દસ્તાવેજો આપવાના રહેશે તે અંગે ઘણા લોકો મુંઝવણમાં છે.
મતદાર કાર્ડ બનાવવા માટે તમારી પાસે ઉંમરનો પુરાવો અને સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. આ માટે તમારે જન્મ પ્રમાણપત્ર અથવા 10મી માર્કશીટ આપવી પડશે. એડ્રેસ પ્રૂફ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળી બિલ, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ આપી શકાય છે.
મતદાર કાર્ડ બૂથ લેવલ ઓફિસર દ્વારા ચેક કરવામાં આવે છે, તેથી ધ્યાનમાં રાખો કે તમે ફક્ત તે જ દસ્તાવેજો આપો જેની તમારી પાસે અસલ નકલ હોય. અરજી કર્યા પછી તમને 15 થી 20 દિવસમાં મતદાર કાર્ડ મળી જશે.
તસવીર સૌજન્યઃ પીટીઆઈ