Photos: એક્ટિંગના કરિયરથી રાજનીતિમાં આવેલી આ હોટ એક્ટ્રેસને ભાજપે બંગાળમાં ચૂંટણી મેદાનમાં ઉતારી
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થવાનું છે અને છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. 2 મેના રોજ મતગણતરી થશે. આ ચૂંટણીમાં ભાજપને સ્ટાર સેલિબ્રિટીને પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ટોલિવૂડની મુખ્ય અભિનેત્રીઓમાંની એક પાયલ સરકારને પણ ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારી છે. (Photo: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ એક્ટ્રેસ પાયલ સરકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી. (Photo: Instagram)
પશ્ચિમ બંગાળમા આ વખતે પાર્ટીએ ભાજપના ઘણા જૂના નેતાઓને ટિકિટ આપી નથી. તેની વચ્ચે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલી પાયલ સરકારને ભાજપે ટિકિટ આપી છે.
પશ્ચિમ બંગાળમા આ વખતે પાર્ટીએ ભાજપના ઘણા જૂના નેતાઓને ટિકિટ આપી નથી. તેની વચ્ચે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલી પાયલ સરકારને ભાજપે ટિકિટ આપી છે.
પાયલે વર્ષ 2004માં પોતાના એક્ટિંગ કેરિયરની શરુઆત કરી હતી. તેણે કોલેજના દિવસોમાં જ ટેલીફિલ્મ્સમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. (Photo: Instagram)
પાયલ પોપ્યુલર બંગાળ મેગ્ઝીન ‘ઉનિશ કુરી’ના કવર પેજ પર આવી ચુકી છે. વર્ષ 2010માં ફિલ્મ ‘લે ચક્કા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો આનંદલોક એવોર્ડ જીતી ચુકી છે. આ સિવાય 2016માં ફિલ્મ ‘ જોમેર રાજા દિલો બોર’ માટે બેસ્ટ એક્ટ્રેસ માટે કલાકાર એવોર્ડ જીતી ચુકી છે. (Photo: Instagram)
પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો પર આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 27 માર્ચના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર વોટિંગ થવાનું છે.