જેણે પણ AC ચલાવવાની આ પદ્ધતિ અપનાવી, બિલમાં જોવા મળ્યો ધરખમ ઘટાડો
ઘણા અનુભવી અહેવાલો દર્શાવે છે કે જો તમે એર કન્ડીશનરને એક જ તાપમાન પર સેટ કરો છો તો તે વીજળીનું બિલ ઘટાડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે એસીનું ટેમ્પરેચર એક જ સરખું રાખવામાં આવે ત્યારે એર કંડિશનરને ઓછું કામ કરવું પડે છે. એવું કહેવાય છે કે વીજળીનું બિલ એક ડિગ્રીથી લગભગ 6 ટકા વધે છે.
જ્યારે વધુ ગરમી લાગે છે ત્યારે ઘણા લોકો એસીના ટેમ્પરેચરને 18 ડિગ્રી સુધી ઘટાડે છે. પછી તમારા હિસાબે વધુ કે ઓછું કરતા રહો. તમારે તાપમાનને 18ને બદલે 24 પર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી તમારો રૂમ ધીરે ધીરે ઠંડો થશે અને બિલ પણ ઓછું આવશે.
જો તમે કોઈ રૂમમાં ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે રૂમમાં ફ્રીજ વગેરે ન રાખવાનો પ્રયાસ કરો. તે ગરમી વધારે છે. જેના કારણે રૂમને ઠંડુ થવામાં સમય લાગે છે અથવા તો ACને ઓછા તાપમાને ચલાવવું પડે છે.
ઘણા લોકો રાત્રે એસી ચલાવે છે અને જ્યારે સવારે 4-5 વાગ્યાની આસપાસ વાતાવરણ ઠંડું થઈ જાય છે ત્યારે તેઓ ઊંઘમાં એસી બંધ કરી શકતા નથી. તેનાથી વીજળીનું બિલ વધી જાય છે. આના ઉકેલ તરીકે તમે ટાઈમરનો ઉપયોગ કરો છો. થોડા કલાકો પછી એર કન્ડીશનર આપમેળે બંધ થઈ જશે.