Ashram season 3 Release: 3 જૂને રિલીઝ થઇ રહ્યો છે આશ્રમ વેબ સિરીઝનો ત્રીજો ભાગ, જાણો ક્યાં જોઈ શકશો
એક સમયે બોબી દેઓલે પોતાની ફિલ્મોથી પડદા પર ઘણી ધૂમ મચાવી હતી. જોકે, તે જોતાની સાથે જ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો હતો. પરંતુ વર્ષ 2020માં તેણે OTTની દુનિયામાંથી એવી વાપસી કરી કે લોકો તેના દિવાના બની ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2020માં બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર પ્રકાશ ઝા 'આશ્રમ' નામની વેબ સિરીઝ લઈને આવ્યા હતા, જેમાં બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝ દ્વારા પ્રકાશ ઝાએ ધર્મના નામે ચાલતા ગોરખ ધંધાને બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
રિલીઝ પછી, બોબી દેઓલ બાબા નિરાલાની ભૂમિકામાં લોકોમાં એટલા લોકપ્રિય થયા કે તે જ વર્ષે નિર્માતાઓએ આ શ્રેણીનો બીજો ભાગ પણ રજૂ કર્યો.
હવે આશ્રમનો ત્રીજો ભાગ પણ દર્શકો જોઈ શકશે. તમને જણાવી દઈએ કે, આશ્રમ 3 રિલીઝ માટે તૈયાર છે.
આશ્રમ-3ની લોકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે રાહનો અંત આવવાનો છે. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝનો ત્રીજો ભાગ 3 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે, ત્યારબાદ દર્શકો તેનો આનંદ લઈ શકશે.
આશ્રમની પ્રથમ અને બીજી બંને સિઝન OTT પ્લેટફોર્મ MX Player પર રિલીઝ કરવામાં આવી હતી. એ જ રીતે હવે ત્રીજો ભાગ પણ MX Player પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. તો 3 જૂનથી આશ્રમ 3 જોવા માટે તૈયાર થઈ જાઓ. (All Image Source : MX Player YT)