આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની ખુબ નજીક છે કિરણ રાવ, ઇરા ખાનને પણ કરે છે ખુબ પ્રેમ, જુઓ Unseen Photos
મુંબઇઃ બૉલીવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ તલાક લેવાનો ફેંસલો કર્યો અને આની જાહેરાત એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ દ્વારા કરી. જો કે બન્નેએ આ નિવેદનમાં કહ્યું કે તે એકબીજાના પેરેન્ટ્સ અને પરિવાર બનેલા રહેશે. અહી અમે તમને આમિર ખાનની બન્ને પૂર્વ પત્નીઓ અને તેમના બાળકોની અનદેખી તસવીરો બતાવી રહ્યાં છીએ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા અને બીજા પત્ની કિરણ રાવની વચ્ચે ગાઢ દોસ્તી પણ છે. બન્ને કેટલીય વાર સાથે સ્પૉટ થઇ છે.
આમિર ખાનના બીજા લગ્ન બાદ રીના દત્તા તેને બરાબર મળતી રહી છે. આમિર-કિરણ રાવની દરેક મોટી ઇવેન્ટમાં તે સામેલ થાય છે.
કિરણ રાવ આમિર અને રીનાના બાળકો જુનૈદ ખાન અને ઇરા ખાનની ખુબ નજીક છે. તે હંમેશા સાથે જ આઉટિંગ કરતા દેખાયા છે.
રીના દત્તા પોતાની દીકરી ઇરા ખાન અને જુનૈદ ખાનની સાથે. રીના દત્તા પોતાના બાળકોને ખુબ પ્રેમ કરે છે. તેમના તમામ કામોને સપોર્ટ કરે છે.
ઇરા ખાન પિતા આમિર ખાન અને કિરણ રાવની ખુબ નજીક છે. તે આઝાદને પોતાના સગા ભાઇની જેમ પ્રેમ કરે છે. તે તેને રાખડી પણ બાંધે છે.
ઇરા ખાન હંમેશા કિરણ રાવ અને આમિર ખાનની સાથે આઉટિંગ માટે જાય છે. તે નાના ભાઇ આઝાદની પણ ખુબ કેર કરે છે.
આ તસવીરમાં આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાની સાથે છે. તેના ખોળમાં ઇરા ખાન છે અને દીકરા જુનૈદ ખાન સાથે ઉભેલો છે.