Aamir Reena Love Story: 16 વર્ષ સુધી ટક્યાં હતા આમિરના પહેલા લગ્ન, જાણો ક્યાં કારણે થયા હતા ડિવોર્સ

reena dutta,-aamir khan

1/8
Aamir Reena Love Story: બોલિવૂડમાં પરેફેક્ટનિસ્ટ નામે જાણીતા મિસ્ટર પરફેક્ટની લાઇફ બિલકુલ પરફેક્ટ નથી. આમિર ખાને 15 વર્ષ બાદ બીજી પત્ની સાથે પણ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા તેમણે 16 વર્ષના લગ્ન જીવન બાદ રીના દત્તાને ડિવોર્સ આપ્યાં હતા.
2/8
આમિર ખાને 2002માં પહેલી પત્ની રીના દત્તા સાથે ડિવોર્સ લીધા હતા અને લગ્ન જીવનનો અંત આણી દીધો હતો. બંને કહ્યું હતું કે, બંનેના ડિવોર્સ તેમના બંને પરિવાર માટે મોટો ટ્રોમા હતો. જો કે આમિરના હજું પણ રીના સાથે સાારા સંબંધ છે અને રીના કિરણની પણ ઇજ્જત કરે છે.
3/8
આમિર રીનાના પ્રેમમાં એવો દિવાનો હતો કે, તેમણે રીના માટે તેમના બ્લડથી લેટર લખ્યો હતો. જો કે આ સમયે રીનાને આમિરમાં કોઇ ઇન્ટરેસ્ટ ન હતો.
4/8
આમિર અને રીના એકબીજાના પાડોશી હતા. બંનેની બિલ્ડિંગ સામા સામે હતી, આમિરના ઘરની બારીથી રીનાનું ઘર દેખાતું હતું. જેથી તે બારી પાસે સૌથી વધુ સમય વિતાવતા હોવાનુ આમિરે એક ઇન્ટરવ્યુમાં કબૂલ કર્યું હતું. આ સમયે આમિરે રીનાને પ્રપોઝ કર્યું હતું પરંતુ રીનાએ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધી હતી.
5/8
જ્યારે આમિર ખાને મહેસૂસ કર્યું કેસ રીનાને તેમનાાં કોઇ દિલચશ્પી નથી તો આમિર ખાને ધીરે ધીરે તેમને નજર અંદાજ કરવાનું શરૂ કર્યું પરંતુ ત્યારબાદ રીના અચાનક આમિર ખાનમાં રસ લેવા લાગી.
6/8
રીના હિન્દુ અને આમિર મુસ્લિમ પરંતુ બંનેના પ્રેમ વચ્ચે ક્યારે મજહબ ન હતો આવ્યો. બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. જ્યારે આમિર 21 વર્ષનો હતો અને રીના 19 વર્ષની હતી. ત્યારબાદ ઘરે પહોંચ્યા અને લગ્નનું સિક્રેટ જણાવ્યું. આ સમયે આમિર કમાતા ન હતા અને રીના સ્ટડી કરતી હતી.
7/8
બહુ ઓછા લોકો જાણે છે કે, જ્યારે ફિલ્મ કયામત સે કયામત તકમાં આમિર ખાને ડેબ્યૂ કર્યું તો તે સમયે તે મેરિડ હતા. રીનાએ કયામત સે કયામત તકમાં નાનકડો રોલ પણ અદા કર્યો હતો. તે ફિલ્મ લગાનની પ્રોડ્યુસર પણ હતી.
8/8
આમિર અને કિરણે તેમના લગ્નને બહુ સમય સુધી છુપાવીને રાખ્યાં હતા. એક સમયે રીનાના પ્રેમમાં દિવાના આમિરે લગ્નના 16 વર્ષ બાદ આ સંબંધ પણ પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય કર્યો અને રીના સાથે ડિવોર્સ લઇ લીધા. ખબરોનું માનીએ તો કિરણ રાવ સાથે વધતી જતી નિકટતાના કારણે બંનેના 16 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો પરંતુ આમિર ખાને આ વાતથી ઇન્કાર કર્યો હતો. પહેલા લગ્નથી તેમને બે સંતાન છે. આયરા અને જુનૈદ.
Sponsored Links by Taboola