Aashka Goradia સહિત ટીવીની આ મોટી અભિનેત્રીઓ છોડી ચૂકી છે એક્ટિંગ, જાણો શું હતુ કારણ
ટીવી અભિનેત્રીઓ
1/7
મુંબઇઃ ટીવીની એક્ટ્રેસ આશકા ગોરડિયાએ ટીવી ઇન્ડસ્ટ્રીને છોડવાની જાહેરાત કરી છે. પરંતુ તે આમ કરનારી પહેલી ટીવી એક્ટ્રેસ નથી. તેના પહેલા કેટલીય એક્ટ્રેસ એક્ટિંગની દુનિયા છોડીને ચાલી ગઇ છે. આમાંથી મોટા ભાગની એક્ટ્રેસને લગ્ન અને કેરિયરના અન્ય ઓપ્શનના કારણે એક્ટિંગ છોડવી પડી છે.
2/7
ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ આશકા ગોરડિયાએ એક દિવસ પહેલા જ એક્ટિંગની દુનિયાને છોડવાની જાહેરાત કરી. તેને કુસુમ, સાત ફેરે, સિંદુર તેરે નામ કા, કયામત, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, પિયા કા ઘર અને કહી તો હોગી જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. હવે તે કોઇ બીજા ફિલ્ડમાં કેરિયર બનાવવા ઇચ્છે છે.
3/7
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ મોહેના કુમારી સિંહે વર્ષ 2019માં સુયશ રાવત સાથે લગ્ન કર્યા બાદ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી.
4/7
એક નનદ કી ખુશીયોં કી ચાબી... મેરી ભાભી, એક લડકી અંજાની સી અને માયકા ફેમ કાંચી કૌલે શાબિર આલુવાલિયા સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગની દુનિયા છોડી દીધી.
5/7
'બાલિકા વધુ' ફેમ અંજુમ ફારુકીએ સાકિબ સઇદની સાથે લગ્ન કર્યા બાદ ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી.
6/7
'ના આના ઇસ દેસ લાડો'ની એક્ટ્રેસ નતાશા શર્માએ કૉ-સ્ટાર આદિત્ય રેદિજ સાથે લગ્ન કર્યા બાદ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. તે હવે પોતાના પારિવારિક જીવનમાં લાગી ગઇ છે.
7/7
મિહિકા વર્માના વર્ષ 2016માં એનઆરઆઇ બિઝનેસમેન સાથે લગ્ન થયા, આ પછી તેને ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ, અને હવે તે અમેરિકામાં રહે છે. તેને 'યે હૈ મોહબ્બતે' લોકપ્રિયતા મળી હતી.
Published at : 28 Apr 2021 12:58 PM (IST)