Anjali Arora Net Worth: 24 વર્ષની અંજલિ અરોરાની એક મહિનાની કમાણી સાંભળી નહી થાય વિશ્વાસ

સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા હંમેશા ચર્ચામાં રહે છે. અંજલિ અરોરા કોઈ ફિલ્મ કે ટેલિવિઝન અભિનેત્રી નથી પરંતુ તેમ છતાં તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. અંજિલ માત્ર ફેન ફોલોઈંગના મામલે જ નહીં પરંતુ કમાણી અને આવકના મામલે પણ અભિનેત્રીઓથી પાછળ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
24 વર્ષની અંજલિ અરોરા કંગના રનૌતના રિયાલિટી શો લોક અપથી દેશભરમાં ફેમસ થઈ ગઈ હતી. અંજલિ અરોરા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ પર તેના વીડિયો માટે પ્રખ્યાત છે.

આ દિવસોમાં અંજલિ અરોરા તેની નેટવર્થને લઈને ચર્ચામાં છે. હાલમાં જ અંજલિ અરોરાએ દિલ્હીમાં એક નવું આલીશાન ઘર ખરીદ્યું છે.
24 વર્ષની ઉંમરે અંજલિ અરોરા પાસે કરોડોની સંપત્તિ છે. દિલ્હીમાં આ નવા ઘરની કિંમત પણ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.અંજલિ અરોરાની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે. આ ઘર ખરીદ્યા બાદ અંજલિની સંપત્તિમાં વધુ વધારો થયો છે.
અંજલિ અરોરાની માસિક કમાણી 5 થી 8 લાખ રૂપિયા છે. અંજલિની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
અંજલિ અરોરાની આવકના સ્ત્રોત YouTube, Instagram, Facebook છે. આ સિવાય તે પેઇડ પ્રમોશન, મૉડલિંગ અને મ્યુઝિક વીડિયોમાંથી પણ કમાણી કરે છે. અંજલિ અરોરા પાસે જગુઆર XE કાર છે, જેની કિંમત 48.50 લાખ રૂપિયા છે. આ સિવાય અંજલિ પાસે કિયા સોનેટ પણ છે, જેની કિંમત 12 લાખ રૂપિયા છે.
અંજલિ અરોરાએ તાજેતરમાં જ તેના પિતાને એક નવી કાર ભેટમાં આપી હતી. જેના માટે તેના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી હતી.કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોક અપમાં અંજલિએ ભાગ લીધો હતો. અંજલિએ ઘણા ગીતોમાં કામ કર્યું છે.
અંજલિ અરોરાએ વાયરલ થયેલા ગીત 'કચ્ચા બાદામ' પર ડાન્સ કર્યો અને આ રીલે ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું. આ પછી અંજલિ અરોરાને 'કચ્ચા બાદામ ગર્લ' તરીકે પણ ઓળખાવા લાગી છે. (ફોટો- ઇન્સ્ટાગ્રામ )