મોટી બિઝનેસવૂમન છે બૉબી દેઓલની પત્ની, સુંદરતામાં મોટી મોટી હિરોઇનોને પણ આપે છે ટક્કર, જુઓ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત વાપસી કરી છે. આવામાં બૉબી દેઓલની પ્રૉફેશનલની સાથે પર્સનલ લાઇફ પણ ખુબ ચર્ચામાં આવી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉબી દેઓલ ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર રહ્યા બાદ વેબસીરીઝ, ‘ક્લાસ ઓફ 83’ અને ‘આશ્રમ’થી દમદાર વાપસી કરી છે. બન્નેમાં જ બૉબી દેઓલે ફેન્સને ચોંકાવી દીધા છે. વળી હવે તમને બૉબી દેઓલની વાઇફ વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ.
બૉબી દેઓલના લગ્ન તાન્યા આહૂજા સાથે 30 મે, 1996એ થયા હતા, ઉલ્લેખનીય છે કે બૉબી દેઓલ અને તાન્યાએ લવ મેરેજ કર્યા હતા. જોકે આ લગ્ન કઇ રીતે થયા તેના પાછળ એક દિલચસ્પ કહાની છે.
મીડિયા રિપોર્સનુ માનીએ તો એકવાર બૉબી દેઓલ પોતાના મિત્રો સાથે એક રેસ્ટૉરન્ટમાં ખાવાન ખાવા પહોંચ્યો હતો, અહીં પહેલીવાર તાન્યા પર તેની નજર પડી. બૉબી દેઓલ તાન્યાની સુંદરતાને નિહારતો જ રહી ગયો.
કહે છે કે તાન્યાને જોતા જ બૉબી દિવાનો થઇ ગયો હતો. જોકે તે સમયે ના તો તાન્યાનુ નામ જાણતો હતો, કે ના તેનો કોઇ કૉન્ટેક્ટ બૉબી દેઓલ પાસે હતો. ખુબ પ્રયાસ કર્યા બાદ બૉબી દેઓલે તાન્યાનો નંબર મેળવ્યો, તો પછી તાન્યા તેને મળવાની ના પાડી દીધી. જોકે, થોડી મનામણા કર્યા બાદ બન્નેની મુલાકાત બહુ જલ્દી પ્રેમમાં ફેરવાઇ ગઇ.
રિપોર્ટ્સનુ માનીએ તો તાન્યાને લગ્ન માટે પ્રપૉઝ કરવા માટે બૉબી દેઓલ તે જ રેસ્ટૉરન્ટમાં ગયો હતો, જ્યાં તેને પહેલીવાર જોઇ હતી. કહેવાય છે કે બૉબી દેઓલ દ્વારા તાન્યાને પ્રપૉઝ કરતા જ તાન્યાએ ફટાક દઇને હાં પાડી દીધી હતી.
તાન્યાની વાત કરીએ તો તાન્યા ફિલ્મી દુનિયાથી દુર રહે છે. તે એક બિઝનેસ વૂમન છે. તેનુ ફર્નિચર અને હૉમ ડેકૉરેટર્સનો 'ધ ગૂડ અર્થ' નામથી બિઝનેસ છે. મોટા મોટા બૉલીવુડ સ્ટાર્સ તાન્યાના ક્લાયન્ટ છે. તાન્યા એક મોટી બિઝનેસમેનની દીકરી છે. તાન્યાના પિતા દેવેન્દ્ર અહૂજા 20th Century Finance Limitedના મેનેજિંગ ડાયરેક્ટર હતા.