Varun Dhawan Baby Girl: હોસ્પિટલ બહાર સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યાં વરૂણ ધવન, ચહેરા પર હતી ખુશી
Varun Dhawan Pics:બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ગઈકાલે એટલે કે 3જી જૂનના રોજ લિટલ એન્જલના માતા-પિતા બન્યા હતા. અભિનેતાએ પણ આજે એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરુણ ધવનની આ તસવીરો મુંબઈની હિન્દુજા હોસ્પિટલની છે. જ્યાં ગઈકાલે રાત્રે અભિનેતાની પત્ની નતાશા દલાલે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, તસવીરોમાં નવા –નવા પિતા બનેલા વરુણ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યા છે.
વરુણ ધવનની આ તસવીરો મુંબઈની હિન્દુજા હોસ્પિટલની છે. જ્યાં ગઈકાલે રાત્રે અભિનેતાની પત્ની નતાશા દલાલે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. તસવીરોમાં નવા ડેડી વરુણ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યાં છે.
વરુણ ધવન અને નતાશા દલાલ પણ પેરેન્ટ્સની યાદીમાં સામેલ થયા છે. દંપતીએ 3 જૂનના રોજ તેમના પ્રથમ બાળક એટલે કે લિટલ એન્જલનું સ્વાગત કર્યું.
આવી સ્થિતિમાં ફરી એકવાર પેપ્સે વરુણ ધવનને હોસ્પિટલની બહાર જ કેપ્ટર કરી લીધો, જેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
હોસ્પિટલમાંથી બહાર આવેલી આ તસવીરોમાં વરુણ ધવન ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ન્યૂ ડૈડી વરૂણ ધવન આ તસવીરોમાં વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ ડેનિમ અને તેની સાથે લધર જેકેટ કેરી કરતા જોવા મળ્યાં
ઘરે જતાં પહેલા વરૂણ ધવને પૈપરાજીને કેટલાક પોઝ આપ્યાં હતા. આ દરમિયાન તેમણે હાથ જોડીને બધાને થેક્યુ કહ્યું