Vaishali Thakkarથી લઇને Deepesh Bhan સુધી, આ સ્ટાર્સ ઓછી ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વૈશાલી સિવાય આ એક્ટરે પણ યુવાન વયમાં દુનિયાને અલવિદા કહી દીધું છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં આત્મહત્યા કરી લીધી હતી. ટીવી એક્ટ્રેસનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. માત્ર 30 વર્ષની ઉંમરે વૈશાલીએ સુસાઈડ નોટ લખીને દુનિયાને અલવિદા કહી દીધું.
બિગ બોસ ફેમ અને રાજનેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ 41 વર્ષની વયે નિધન થયું હતું. આ દરમિયાન સોનાલી ગોવા એક શૂટ માટે ગઈ હતી. જોકે, પોલીસને સોનાલીની હત્યાની આશંકા છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ દિવ્યા ભટનાગરે વર્ષ 2020માં કોવિડ સામે લડતી વખતે હાર્ટ એટેકને કારણે 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.
ટીવીના ફેમસ એક્ટર અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાનથી બધાને આશ્ચર્ય થયું હતું. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકને કારણે 41 વર્ષની વયે અવસાન થયું હતું.
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. 34 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતે પોતાના જ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ભાભી જી ઘર પર હૈ ફેમ 'મલખાન' ઉર્ફે દિપેશ ભાનનું 23 જુલાઈ 2022ના રોજ અચાનક નિધન થયું હતું. તેમના મૃત્યુએ સૌને આઘાતમાં મૂકી દીધા હતા. 41 વર્ષની ઉંમરે દિપેશ ભાને હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી દીધું.