'મને બૉલ્ડ સીન આપવો પસંદ નથી, હું કેટલાય શૉને રિજેક્ટ કરી ચૂકી છું'- ટીવીની આ 'સંસ્કાર વહુ'એ ઇન્ટીમેટ સીન અંગે કર્યો ખુલાસો
મુંબઇઃ એરિકા ફર્નાન્ડિઝે 'કસૌટી જિંદગી કે' બાદ ટીવી પર વાપસી કરી રહી છે. તે વેબ શૉ 'કુછ રંગ પ્યાર કે એસે ભી'ની સિઝન 3 માં વાપસી કરી રહી છે. આ શૉમાં તે સોનાક્ષી બોસની ભૂમિકા નિભાવી રહી છે. એક્ટ્રેસે આ શૉ અને બૉલ્ડ સીનને લઇને પોતાનો પક્ષ રાખ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરિકા ફર્નાન્ડિઝે ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેને કેટલાય વેબ શૉની ઓફર આવી. આમાં તેને બૉલ્ડ સીન કરવાના હતા, પરંતુ આવા પ્રૉજેક્ટને કરવાની ઘસીને ના પાડી દીધી.
એરિકા ફર્નાન્ડિઝે કહ્યું- હું બૉલ્ડ સીન કરવામાં કન્ફોર્ટેબલ નથી, અને હું આના વિશે હંમેશા કહુ છે કે મે અત્યાર સુધી ઘણા બધા શૉ આ કારણે છોડી દીધા છે.
એરિકા ફર્નાન્ડિઝે આગળ કહ્યું-મારી પાસે ઘણા બધા એવા શૉ આવ્યા જેમાં બૉલ્ડ કન્ટેન્ટ હતી અને મે તેને ના પાડી દીધી કેમકે મને લાગે છે કે શૉને વેચવા માટે તેમને જબરદસ્તીથી બૉલ્ડ સીન નાંખ્યા છે.
એરિકા ફર્નાન્ડિઝે આગળ કહ્યું- જો ખરેખરમાં આવા સીનની જરૂર છે તો બરાબર છે, અને કદાચ હું માનસિક રીતે આના માટે તૈયાર નથી.
એરિકા ફર્નાન્ડિઝે કહ્યું- પરંતુ સૌથી પહેલા મારે જાણવુ છે કે શૉમાં આની જરૂર કેમ છે, જો કોઇ પણ આનો જવાબ આપવામાં સક્ષમ નથી તો મને નથી લાગતુ કે ક્યારેય પણ આને કરીશ.
એરિકા ફર્નાન્ડિઝે એ પણ કહ્યું તે રિયાલિટી શૉ કરવાનુ પસંદ કરે છે, પરંતુ તે બિગ બૉસ નથી કરવા માંગતી, તેને ખતરો કે ખિલાડી પસંદ છે.