પોતાના ફ્લેટમાં ‘મહારાણી’ની જેમ રહે છે Huma Qureshi, જુઓ આ લક્ઝરી હાઉસની Inside તસવીરો.....
Huma_Qureshi_
1/9
મુંબઇઃ તાજેતરમાં જ વેબ સીરીઝ મહારાણીમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ હુમા કુરૈશી સોશ્યલ મીડિયા પર પોતાના નવા ઘરને લઇને ખુબ ચર્ચામાં છે. હુમા કુરૈશીએ પોતાના ઘરની કેટલીક ઝલક પોતાના ફેન્સની સાથે શેર કરી છે. તમે પણ જુઓ એક્ટ્રેસના નવા ઘરની એક ઝલક......
2/9
હુમા કુરૈશીએ બૉલીવુડમાં બહુજ ઓછા સમયમાં ખુદને સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ કરી લીધી છે. તાજેતરમાં જ તેને પોતાના ઘરની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો શેર કરતા હુમાએ લખ્યુ કે, - ધીમે ધીમે પણ ચોક્કસપણે મારુ ઘરે એકસાથે આવી રહ્યુ છે, મારા કેટલાક પસંદગીના ખુણાઓની તસવીરો સાથે, ધન્યવાદ.....
3/9
આ તેના ઘરનો એક ખાસ આરામદાયક ખુણો છે, જ્યાં તે વુડનની એક મોટી ચેરની સામે બેસી છે. ઘરના આ ખુણાની દિવાલોને પૉસ્ટલ ગ્રીન કલરથી ડેકૉરેટ કર્યુ છે.
4/9
આ હુમાનુ સુંદર કિચન છે જ્યાં નવરાશના સમયે કુકિંગ કરતા દેખાય છે. આ વુડન બેસ ટાઇલોંથી તૈયાર કરવામાં આવ્યુ છે.
5/9
આ તસવીરો ઘરના બીજા ખુણામાં ગોઠવેલા સુંદર સૌફાની છે, જેના પર ઓફ-વ્હાઇટ કલરનુ કવર છે, અને તેની સાથે બ્રાઉન, રેડ અને વ્હાઇટ કલરના કુશન લગાવેલા છે.
6/9
ઘરના એક ખુણામાં હુમા કુરૈશી જીમ કરતા દેખાઇ રહી છે.
7/9
આ તસવીરમં હુમા કુરૈશી પોતાના ભાઇની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે, જેમાં તેની પાછળ ઘરની દિવાલો પર બનેલા સુંદર વૉલપેપર પણ દેખાઇ રહ્યાં છે.
8/9
આ તસવીરમાં હુમા પોતાના લિવિંગ રૂમમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જ્યાં તેને દિવંગત અને જાણીતા કલાકર ફ્રીડા કાહલોની એક મોટી પેઇન્ટિંગ દિવાલ પર લગાવી રાખી છે.
9/9
હુમા કુરૈશીનો લિવિંગ રૂમ ખુબ સ્પેસફૂલ છે, જ્યાં બ્રાઉન કલરના સૌફા ગોઠવેલા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હુમા કુરૈશીની પાસે અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમની સાથે તામિલ ફિલ્મ વલીમાઇ પણ છે.
Published at : 25 Jun 2021 10:59 AM (IST)