Janhvi Kapoorનો Glam લૂક વાયરલ, Cherry Wine કલરનો ડ્રેસ પહેરીને એક્ટ્રેસે આપ્યા બૉલ્ડ પૉઝ, જુઓ તસવીરો
મુંબઇઃ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ છવાયેલી છે. જ્હાન્વી કપૂરે ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોનુ દિલ જીતી લીધુ છે. આ ઉપરાંત તે પોતાની સ્ટાઇલ અને લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂરે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે જે ખુબ ચર્ચા જગાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂર તસવીરોમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. જેમાં તેને ચેરી વાઇન કલરનો ડ્રેસ કેરી કર્યો છે. પોતાના આ એકદમ સુંદર ડ્રેસમાં તે ફોટોશૂટ માટે પૉઝ આપતી દેખાઇ રહી છે. જ્હાન્વી કપૂરે પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
જ્હાન્વી કપૂર તસવીરોમાં ચેરી વાઇન કલરના ડ્રેસની સાથે લૉન્ગ ડેગલર્સને કેરી કરેલી દેખાઇ રહી છે. આ એકદમ સુંદર આઉટફિટમાં જ્હાન્વી કપૂર ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. આ તસવીરો પર ફેન્સ હાર્ટ શેપની ઇમૉજીથી કૉમેન્ટ કરી રહ્યાં છે.
જ્હાન્વી કપૂર યૂઝર્સ એક્ટ્રેસના લૂક્સની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં. જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને છેલ્લે ફિલ્મ ગુંજન સક્સેના કરી હતી, આમાં તે એક મહિલા પાયલટની ભૂમિકામાં દેખાઇ હતી.
ફિલ્મમાં જ્હાન્વી કપૂરના આ રૉલે લોકોનુ દિલ જીતી લીધુ હતુ. આ ઉપરાંત એક્ટ્રેસ જલ્દી જ કરણ જોહરની ફિલ્મ તખ્તમાં દેખાશે. જ્હાન્વી કપૂર ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યુ હતુ. હવે તે સ્ટાર લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે.