અડધી રાત્રે ભાઇ Arjun Kapoorના બર્થડે સેલિબ્રેશન બાદ કંઇક આવા અંદાજમાં સ્પૉટ થઇ Janhvi Kapoor, જુઓ......
મુંબઇઃ જ્હાન્વી કપૂર આજે બાંદ્રામાં કંઇક આવા અંદાજમાં સ્પૉટ થઇ કે તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો. બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં આજે જ્હાન્વી કપૂર દેખાઇ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂરની આ સ્ટાઇલ ખુબ ઓછી જોવા મળે છે, અને આજે તેને આ રીતે જોઇ તો લોકો દંગ રહી ગયા. પહેલા પહેલા તો લોકો પોતાના આંખો પર વિશ્વાસ પણ ના કરી શક્યા, કેમકે જ્હાન્વી કપૂરે માસ્ક પહેરેલુ હતુ.
જ્હાન્વી કપૂર આજે આ રૂપમાં બ્રાંદ્રાના Farmers cafe પહોંચી હતી, અને પોતાના આ લૂકને લઇને તે દિવસભર સોશ્યલ મીડિયા પર છવાયેલી રહી.
આમ તો રાત્રે જ્હાન્વી કપૂરે ભાઇ અર્જૂન કપૂરની બર્થડે પાર્ટીમાં ખુબ જલવો બતાવ્યો હતો. અહીં જ્હાન્વી કપૂર બહેન ખુશી કપૂરની સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં કેટલાય બૉલીવુડ સેલેબ્સ દેખાયા હતા.
વાત જ્હાન્વી કપૂરની કરીએ તો તે જીન્સ અને ટૉપમાં દેખાઇ હતી, હાથમાં સેન્ડલ પકડીને જ્હાન્વી ખુલ્લા પગે દેખાઇ હતી. તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો.
આમ તો એ વાતમાં કોઇ શક નથી કે જેમ જેમ ઇન્ડસ્ટ્રીમાં સમય વિતતો જઇ રહ્યો છે, તેમ તેમ જ્હાન્વી કપૂર વધુને વધુ ગ્લેમરસ અને કૉન્ફિડેન્ટ થઇ છે.