Kajol પોતાની દીકરી Nysa Devganની સાથે રાખે દોસ્તી જેવો સંબંધ, બન્નેની ક્યૂટનેસ જીતી લેશે તમારુ પણ દિલ, જુઓ તસવીરો.
મુંબઇઃ બૉલીવુડની કેટલીક માં એવા છે જે પોતાની દીકરી સાથે જબરદસ્ત બૉન્ડિંગ ધરાવે છે. આમાની એક છે કાજોલ, અજય દેવગન અને કાજોલની એક દિકરી છે ન્યાસા દેવગન. ન્યાસા દેવગન સાથે અજય દેવગનનુ તો જોરદાર બૉન્ડિંગ દેખાય જ છે પરંતુ કાજોલનુ બૉન્ડિંગ અને તેની સાથેની કેમેસ્ટ્રી બધાનુ દિલ જીતી લે એવુ છે. બન્ને વચ્ચે એક સહેલી જેવો સંબંધ છે. જુઓ બન્નેને ક્યૂટનેસ વાળા સંબંધની તસવીરો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યાસાનો જન્મ કાજોલ અને અજય દેવગનના ઘરે 20 એપ્રિલ 2003 ના રોજ થયો હતો. તમામ દીકરીઓની જેમ ન્યાસા પણ ડેડીઝ છે. આ ઉપરાંત ન્યાસાનુ પોતાની માં કાજોલની સાથે સ્પેશ્યલ બૉન્ડિંગ જોવા મળે છે. લૂક્સની વાત કરીએ તો કાજોલની હૂબહૂ કૉપી પણ કહી શકાય છે.
સમય સમય પર કાજોલ માં અને દીકરી આ સ્પેશ્યલ બૉન્ડિંગની તસવીર પણ શેર કરતી રહે છે. આ તસવીરોમાં બન્નેને વચ્ચેનો ખાસ સંબંધ અને સમજ સ્પેષ્ટ રીતે દેખાય છે. એક મિરર સેલ્ફી પૉસ્ટ કરતા કાજોલે કેપ્શનમાં લખ્યું છે બન્ને હાથ મળીને એક જેવી મુસ્કાન બિખેરે છે.
કેટલાક સમય પહેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કાજોલે પોતાની દીકરી ન્યાસાની સાથેની બૉન્ડિંગને લઇને ખુલીને વાત કરી હતી. કાજોલે બતાવ્યુ હતુ કે અમારી બન્નેની વચ્ચે ખુબ નજીદીકી છે. અમે જુતા શેર કરી લઇએ છીએ, સાથે હું મેનીક્યૉર પેડીક્યૉર કરીએ છીએ.
આગળ તેને કહ્યં કે અમારા બન્નેની વચ્ચે એક એવો સંબંધ છે જ્યાં અમે દરેક મુદ્દા પર ખુલીને વાત કરીએ શકીએ છીએ, પરંતુ છેવટે હું એક માં છુ, હજુ પણ તેને ડાંટ આપુ છુ. જોકે આ સંબંધ ખુબ સારો છે.
ન્યાસા આજકાલ સિંગાપુરમાં પોતાનો અભ્યાસ પુરો કરી રહી છે. જોકે કાજોલ પોતાની દીકરીથી દુર રહેવાથી તેને મિસ કરે છે. આને લઇને તે કેટલીય વાર વાત પણ કહી ચૂકી છે.
વળી, અજય દેવગનની વાત કરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને કહ્યું હતુ કે ન્યાસાને અભ્યાસ માટે વિદેશ મોકલવાનો ફેંસલો ખુબ મુશ્કેલ હતો, તે માત્ર 14 વર્ષની હતી અને તે પહેલા એકલી ક્યારેય ઘરની બહાર પણ નથી નીકળી. પરંતુ તેને ત્યાં ખુદનો બહુ સારી રીતે ખ્યાલ રાખ્યો છે એટલે પરિવાર પણ ખુશ છે.