શિલ્પા શેટ્ટીએ Super dancer-4 છોડ્યુ, હવે આ હૉટ એક્ટ્રેસ લેશે શિલ્પાની જગ્યા, જાણો કોણ છે નવી જજ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તાજેતરમાં જ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર અપલૉડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જેના કારણે શિલ્પા શેટ્ટીને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે પતિના વિવાદોમાં ફસાયા બાદ શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 શૉને અલવિદા કહી દીધુ છે. વળી, શિલ્પાને રિપ્લેસ કરીને 90ના દાયકાની સુંદર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હવે જજની ખુરશી સંભાળી લીધી છે. શૉ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં કરિશ્મા કપૂર સેટ પર દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર જેવી પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ કરી, તે પછી એક મોટો ફેંસલો લેતા શિલ્પા શેટ્ટીએ 'સુપર ડાન્સર ચેપ્ટર 4'નુ શૂટિંગ વચ્ચેથી કેન્સલ કરી દીધુ. વળી શૉના મેકર્સે એ પણ જાણકારી આપી છે કે શિલ્પા પર્સનલ કારણોસર હવે શૉમાં નહીં દેખાય.
સુત્રો અનુસાર, હવે શિલ્પાની જગ્યાએ શૉમાં જજની ખુરશી કરિશ્મા કપૂર સંભાળવાની છે. તેના સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે.
કરિશ્માએ શૉમાં આવતા જ કન્ટેસ્ટન્ટની સાથે જોરદાર મસ્તી કરી, તેને તમામના ડાન્સની ખુબ પ્રસંશા પણ કરી છે.
વળી, કરિશ્માના શૉમાં આવવાથી આખો માહોલ જ બદલાઇ ગયો. તમામ કન્ટેસ્ટન્ટ કરિશ્માના ગીતો પર ડાન્સ કરીને તેને ટ્રિબ્યૂટ પણ આપશે.
તસવીરોમાં કરિશ્મા પણ બાળકોની સાથે સ્ટેજ પર ઠુમકા લગાવતી દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની મુંબઇ પોલીસે સોમવારની રાત્રે ધરપકડ કરી લેવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યુ છે કે તેના પર પોર્ન ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર અપલૉડ કરવાના આરોપ છે.