અભિનેત્રી મૌની રોયનો પરફેક્ટ બીચ લૂક, જુઓ Photos
અભિનેત્રી મૌની રોયે માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ લૂકથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌનીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. જો કે તે તેના કામ કરતા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.
અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. લગભગ દરરોજ ફેન્સ તેનો હોટ અને ગ્લેમરસ લુક જોવા મળે છે. હવે ફરી એકવાર મૌનીનો નવો લૂક ચર્ચામાં આવ્યો છે.
અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક ચાહકોની વચ્ચે શેર કરી છે. આમાં તે ડેડ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તેણે આ ડ્રેસને બ્લેક શૂઝ સાથે પેર કર્યો છે.
મૌનીએ સ્મોકી મેક-અપ કર્યો છે અને લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. અહીં તે બીચ પર અલગ-અલગ પોઝ આપી રહી છે.
મૌનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'માં જોવા મળી રહી છે. આ શોમાં અભિનેત્રી જજની ખુરશી પર બેઠેલી જોવા મળે છે.
આ સિવાય તે છેલ્લા કેટલાક સમયથી અયાન મુખર્જીની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને પણ ચર્ચામાં છે.