પોતાની ફિટનેસને પાછી મેળવવા આ એક્ટ્રેસ ઉતરી 21 દિવસના નકોરડા ઉપવાસ પર, પાણી સિવાય કશું જ ખાય.......
મુંબઇઃ એક્ટ્રેસ નરગિસ ફખરી (Nargis Fakhri) આજકાલ ફિલ્મથી દુર પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. આ માટે તેને 21 દિવસનુ વ્રત કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 21 દિવસમાં નરગિસ ફખરી ફક્ત પાણી જ પીશે. આ વાતની જાણકારી ખુદ નરગિસ ફખરીએ જ સોશ્યલ મીડિયા પર બધાને આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, નરગિસ ફખરી ઘણા સમયથી તે જર્મનીમાં છે, અને તેને પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરતા બતાવ્યુ કે - હું 21 દિવસનુ વૉટર ફાસ્ટ કરી રહી છું. આની સાથે તેને ફેન્સને આ વ્રતના ફાયદા પણ બતાવ્યા છે.
આ વીડિયોઝને પૉસ્ટ કરતાં નરગિસ ફખરીએ બતાવ્યુ કે- આ વ્રત રાખવાથી આપણા સ્વસ્થ્યને ખુબ વધુ ફાયદો થાય છે. આનાથી તમારી બૉડી સેલ્યૂલર લેવલ પર ફરીથી તૈયાર થાય છે.
આની સાથે જ નરગિસ ફખરીએ વ્રત શરૂ થયા પહેલા કરેલા પોતાના ડિનરની તસવીર પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આમાં તેને લખ્યું કે- આ મારુ આજનુ ડિનર છે અને આના પછી મને કંઇજ નથી મળવાનુ.
ઉલ્લેખનીય છે કે, વૉટર ફાસ્ટિંગમાં વ્રત રાખનાર માણસ ફક્ત પાણી જ પી શકે છે, અને આમાં વેટ લૉસની સાથે નુકસાન પહોંચાડનારા ટૉક્સિન પણ બૉડીની બહાર નીકળે છે અને સાથે જ બ્લડ પ્રેશરનુ સંતુલન બનાવી રાખવા માટે પણ મદદ મળે છે.
ખાસ વાત છે કે નરગિસ ફખરી બહુજ ફૂડી છે. હંમેશા તે સોશ્યલ મીડિયા પર પાસ્તા અને પિઝ્ઝા બનાવતા પોતાની તસવીરો શેર કરતી રહે છે.
નરગિસ ફખરી પોતાની એક્ટિંગ ઉપરાંત ફિટનેસ માટે પણ જાણીતી છે. ફેન્સ તેની ફિટનેસ અને ટૉન્ડ બૉડીના દિવાના છે.
છેલ્લા કેટલાક સમયથી નરગિસ ફખરી પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખુબ ચર્ચામાં છે. તેને થોડાક સમય પહેલા ઉદય ચોપડાની સાથે પોતાના પાંચ વર્ષના રિલેશનનો ખુલાસો કર્યો હતો.
તેને બતાવ્યુ કે, મને એ વાતનો ઘણો અફસોસ છે કે મેં તે સમયે પહાડીઓની ઉંચાઇઓ પર ચઢીને બધાને કેમ ના બતાવ્યુ કે હું એક સુંદર રુહની સાથે રિલેશનમાં છું.
નરગિસ ફખરી