PICS: લગ્ન બાદ સાઉથ હસીના નયનતારા અને પતિ વિગ્નેશ શિવાનની રોમાન્ટિક તસવીરો વાયરલ, જુઓ.......
PICS: સાઉથ હસીના નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશ શિવાનની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં હીરો અને હીરોઇનનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલા જ બન્ને લાંબા ડેટિંગ બાદ લગ્ન ગ્રંથીથી બંધાઇ ગયા છે. અને હાલમાં બન્ને હનીમૂન પીરિયડને એન્જૉય કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ એક્ટ્રેસ નયનતારા અને વિગ્નેશ શિવાને હાલમાં સ્પેનમાં હનીમૂન એન્જૉય કરી રહ્યાં છે, અને બન્નેની રોમાન્ટિક તસવીરો સામે આવી છે. આ તસવીરો વિગ્નેશ શિવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરો શેર કરતા વિગ્નેશ શિવાને કેપ્શનમાં લખ્યું- નો પેન... નો સ્પેન.... વર્ક હાર્ડ, ટ્રાવેલ અને પછી હાર્ડ વર્ક માટે તૈયાર થઇ જાઓ. સતત હાર્ડ વર્ક અને મહામારી બાદ આ વેકેશનની ખુબ જરૂર હતી, ઘણા સમય બાદ બીજા દેશમાં આવવુ એક અલગ જ અનુભવ રહ્યો છે. આ ખુબ સારુ રહ્યું છે. મે ફક્ત ફરવા, ખવા અને ગીતો સાંભળવા માટે સારા એવા પૈસા બચાવ્યા હતા.....
તસવીરોને જોઇને પણ એવુ લાગી રહ્યું છે કે બન્નેએ અહીં ખુબ મજા કરી છે, અને એકબીજાની સાથે પ્રેમભર્યો સમય વિતાવ્યો છે. તસવીરમાં વિગ્નેશ શિવાન સફેદ ટીશર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને પૉઝ આપી રહ્યો છે.
બીજી તસવીરોમાં વિગ્નેશ શિવાન પત્ની નયનતારાની સાથે બાર્સિલોનાના રસ્તાંઓ પર રોમાન્ટિક પૉઝ આપી રહ્યો છે.
વિગ્નેશ શિવાન અને નયનતારાએ એકબીજાના હાથ પકડેલા છે, અને એક બીજાની આંખોમાં પ્રેમભરી નજરોથી જોઇ રહ્યાં છે.
બાર્સિલોનાની ખાસિયત ના ખબર હોય તો ફિલ્મ જિંદગી ના મિલેંગી દોબારાનો નજારો યાદ કરો, જ્યાં નાઇટ પાર્ટી, ડિસ્ક બુલ ફાઇટિંગ, આર્ટ ગેલેરી જેવી કેટલીય ખુબીઓ છે. બાર્સિલોનાની નવી સુંદર ઇમારતોમાંની એક છે જાણીતી આર્ટિટેક્ટ એન્ટૉની ગાઓદી દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો.
અહીંનો અધુરા સેંગરેડા ચર્ચ રાત્રે ખુબ અદભૂત દેખાય છે, જાણીતા પેન્ટર પિકાસી અને મિરોની પેઇન્ટિંગ્સ ઉપરાંત આ શહેર પોતાના વાઇન્સ માટે પણ ખુબ જાણીતુ છે.
ઉલ્લેખનીય છે કે, વિગ્નેશ શિવાન અને નયનતારાએ 9 જૂન 2022 એ ચેન્નાઇના મહાબલીપુરમના એક શાનદાર રિસૉર્ટમાં લગ્ન કર્યા હતા, આ લગ્નમાં પરિવારના લોકો ઉપરાંત નજીકના દોસ્તો, શાહરૂખ ખાન, એ આર રહેમાન, સૂર્યા અને રજનીકાંત સહિતના કેટલાય મોટા સેલેબ્સ સામેલ થયા હતા.