નોરા ફતેહી ગુરુ રંધાવાના સોન્ગ માટે સ્ટ્રેચર પર કર્યુ શાનદાર શૂટ, પહેર્યો 15 કિલોનો ડ્રેસ, તસવીરો વાયરલ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે એક્ટ્રેસનો નવો લૂક ફેન્સનો ખુબ પસંદ આવી રહ્યો છે, કેમ કે આ વખતે તે જલપરી બની છે. તાજેતરમાં જ નોરા ફતેહી પોતાના લેટેસ્ટ સોંગ 'નાચ મેરી રાની'ને કારણે ખુબ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહી જાણીતા સિંગર ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળી. આ ગીતમાં નોરા ફતેહી જલપરીના નવા લૂકમાં જોવા મળી છે, તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
આ બધાની વચ્ચે ખાસ વાત એ સામે આવી છે કે, નોરા માટે આ ગીતમાં જલપરી બનવું ઘણુ જ મુશ્કેલ હતું.
સિંગર ગુરુ રંધાવાએ હાલમાં જ આ ગીતના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોરા ફતેહી સ્ટ્રેચરમાં સૂતાં સૂતા સેટ પર આવી હતી.
'ડાન્સ મેરી રાની'માં નોરા ફતેહીએ જલપરી દેખાવવા માટે એ જ રીતના કપડાં પહેર્યાં હોય છે. આ ડ્રેસ એટલો ટાઇટ હોય છે કે નોરા સહેજ પણ હલનચલન કરી શકતી નથી. આથી જ ટીમ તેને સેટ સુધી સ્ટ્રેચરમાં લઈને આવી હતી.
આ કપડાંનું વજન અંદાજે 15 કિલો છે. નોરા ફતેહીએ જલપરીના જે કપડાં પહેર્યા છે, તેને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય થયો હતો.
આટલાં વજનદાર તથા ટાઇટ કપડાંને કારણે નોરા સહેજ પણ ચાલી શકતી નહોતી. સેટ પર તેને સ્ટ્રેચરની મદદથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી.
આ પહેલાં નોરા તથા ગુરુ રંધાવાની ગોવા બીચ પરની તસવીર વાઇરલ થઈ હતી. બંનેની આ તસવીરો જોયા બાદ એવી વાત પણ વહેતી થઈ હતી કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે
નોરા 'સત્યમેવ જયતે 2'માં ડાન્સ આઇટમ 'કુસુ કુસુ'માં જોવા મળી હતી
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં