Payal Rohatgi Wedding: ગ્રીન ચોલીમાં પાયલ રોહતગીનો બ્રાઇડલ ગ્લૉ, આજે સંગ્રામ સિંહ સાથે લેશે સાત ફેરા........
Payal Rohatgi Wedding: બૉલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) હવે બસ થોડાક કલાકોમાં જ હંમેશા માટે પોતાના પ્રેમી સાથે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. પાયલ રોહતગી પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ (Sangram Singh)ની થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાયલ રોહતગી પોતાના લગ્ની દરેક મૉમેન્ટને એન્જૉય કરી રહી છે. જેમ કે તેને કહ્યું હતુ કે તે પોતાના લગ્નને બહુજ એન્જૉય કરશે અને એવુ જોવા પણ મળી રહ્યું છે.
પહેલાવાન સંગ્રામ સિંહની સાથે લગ્ન પહેલા પાયલ રોહતગીએ પોતાનો ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે થનારી દુલ્હનના રૂપમાં કમાલ લાગી રહી છે.
થનારી દુલ્હન પાયલ રોહતગીએ ગ્રીન કલરમાં ચોલી પહેરેલી છે, તેના આઉટફિટમાં એક બનારસી સ્ટાઇલ સ્કર્ટ અને ભારે એમ્બ્રોઇડરી બ્લાઉઝ હતુ, અને એક દુપટ્ટો સાઇડમાં સ્ટાઇલ કરવામાં આવ્યો હતો.
આની સાથે જ તેને સ્ટૉન જડિત જ્વેલરી કેરી કરી હતી, નેકલેસની સાથે તેને મેચિંગ ઇયરરિંગ્સ પહેરેલી હતી, અને એક હાથમાં એક કડુ પહેરેલુ હતુ.
મેકઅપ માટે પાયલ રોહતગીએ બ્રાઉન શેડ લિપસ્ટિક, લાઇટ બ્લશ ચીક્સ અને ડિફાઇન્ડ આઇઝને પસંદ કરવામાં આવી હતી, જ્યારે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતા.
એ કહેવુ ખોટુ ગણાશે કે તે પોતાના ઓવરઓલ લૂકમાં ખુબ સ્ટનિંગ લાગી રહી હતી. આ તસવીરો તેની મહેંદી સેરેમનીની છે.
પાયલ રોહતગી પોતાના પ્રેમ સંગ્રામ સિંહને લગભગ 12 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. છેવટે 12 વર્ષો બાદ બન્ને હંમેશા માટે એકબીજાના થવાના છે.