Poonam Pandeyએ પતિ સામે નોંધાવ્યો હતો છેડતી અને મારામારીનો કેસ, હવે લીધો આ મોટો ફેંસલો, જાણો......

Poonam

1/7
મુંબઇઃ પોતાની બૉલ્ડનેસને લઇેન ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ તાજેતરમાં જ પોતાના પતિ સૈમ બૉમ્બે લઇને મોટો ખુલાસો કર્યો છે. પૂનમે બતાવ્યુ કે હવે તેના અને સૈમની વચ્ચે બધુ બરાબર થઇ ગયુ છે.
2/7
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હનીમૂન દરમિયાન પૂનમ પાંડેએ પોતાના પતિ પર છેડતીનો અને મારમારીનો આરોપ લગાવ્યો હતો, અને તેની વિરુદ્ધ ગોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
3/7
આ ઘટના બાદ એક્ટ્રેસે કેટલાય સોશ્યલ પ્લેટફોર્મ પરથી એ દાવો કર્યો હતો કે તે પોતાના લગ્ન તોડી દેશે.
4/7
વળી, હવે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ બતાવ્યુ કે, અમારી વચ્ચે બધુ સમાધાન થઇ ગયુ છે, મેં મારા લગ્ન બચાવી લીધા છે.
5/7
પૂનમે આગળ બતાવ્યુ કે, જો તમે કોઇને પ્રેમ કર્યો છે તો તમે આટલી જલ્દી તેને છોડી નથી શકતા, અને હું માનુ છે કે સમસ્યાઓ હોઇ શકે છે, પરંતુ એક વ્યક્તિને મોકો આપવો જોઇએ.
6/7
પૂનમે બતાવ્યુ કે, મે સેમની સાથે રહીને ઘણુ બધુ શીખ્યુ છે, તેની સાથે રહીને મને ખબર પડી કે હું ખાવામાં ઓછુ મીઠુ નાંખુ છું, પરંતુ હવે મારી કૂકીંગ એકદમ બેસ્ટ થઇ ગઇ છે, અને હવે હું બહુ જલ્દી પોતાની એક યુટ્યૂબ ચેનલ ખોલવા જઇ રહી છું. સૈમ પણ શેફ છે અને મેં તેની પાસે ઘણુબધુ શીખી લીધુ છે.
7/7
નોંધનીય છે કે પૂનમ પાંડે અને સૈમ બૉમ્બે 1 સપ્ટેમ્બર, 2020એ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. આ દરમિયાન બન્નેએ મેચિંગ ડ્રેસ પહેરેલો હતો. પૂનમે લગ્નમાં બ્લૂ કલરનો લેંઘો પહેરેલો હતો અને સૈમે બ્લૂ કલરની શેરવાણી.
Sponsored Links by Taboola