ઋત્વિક રોશન સાથે બાળપણમાં કામ કરનારી આ એક્ટ્રેસ આજે છે સાઉથની મોટી હીરોઇન, ગ્લેમરસ લૂકથી ઉડાવે છે હોશ
Hansika Motwani: હંસિકા મોટવાણીએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'કોઈ મિલ ગયા' જેવી સીરિયલ અને ફિલ્મમા કામ કર્યું હતું. પરંતુ હવે તે સાઉથ સિનેમાની મોટી અભિનેત્રીઓની યાદીમાં આવી ગઈ છે. આ અભિનેત્રીને હિન્દી ટીવી સીરિયલથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે લૉકલ પૉપ્યૂલારિટી મળી હતી. આ પછી તેણે હિમેશ રેશમિયા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને આજે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટી હિરોઈન બની ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991ના રોજ મુંબઈમાં સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતા બિઝનેસમેન પ્રદીપ મોટવાણી છે અને માતા મોના મોટવાણી ત્વચારોગ (ડર્મેટોલૉજિસ્ટ) નિષ્ણાંત ડૉક્ટર છે.
હંસિકા મોટવાણીએ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે જે મુંબઈના સાંતાક્રુઝમાં સ્થિત છે. ઘણી લોકપ્રિય ટીવી સેલિબ્રિટીઓના બાળકો પણ અહીં ભણ્યા છે.
હંસિકાએ વર્ષ 2000 માં શરૂ થયેલી 'શકા લાકા બૂમ બૂમ' થી બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી હંસિકા એકતા કપૂરના ફેમસ શૉ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.
હંસિકાએ 2003માં રીલિઝ થયેલી ઋત્વિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની સુપરહિટ ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં હંસિકા બાળ કલાકાર તરીકે પણ જોવા મળી હતી.
આ ફિલ્મના લગભગ 4 વર્ષ પછી એટલે કે, વર્ષ 2007માં તે ફિલ્મ 'આપકા સુરૂર'માં હિમેશ રેશમિયાની હીરોઈન તરીકે જોવા મળી હતી. હંસિકાને આમાં જોઈને ચાહકોને આશ્ચર્ય થયું કે તે અચાનક આટલી મોટી કેવી રીતે થઈ ગઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દિવસોમાં સમાચાર આવ્યા હતા કે હંસિકાની માતાએ તેને હૉર્મોન્સનું ઇન્જેક્શન આપીને ઝડપથી મોટી કરી. તમને જણાવી દઈએ કે, હંસિકાની માતા ડર્મેટોલૉજિસ્ટ એટલે કે ત્વચા સંબંધિત ડૉક્ટર છે.
જો કે, આ સમાચાર થોડા સમય પછી બંધ થઈ ગયા અને હંસિકાએ વર્ષ 2011માં તેની પ્રથમ તમિલ ફિલ્મ 'મેપ્પિલ્લાઈ' કરી અને તેની આગામી તમિલ ફિલ્મ 'એન્જેયુમ કડહલ વેલાયુધમ' હતી.
હંસિકાએ કેટલીક હિન્દી અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઘણી ફિલ્મો કરી છે. હંસિકા મોટવાણી આ વર્ષે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.