એક ફિલ્મના કરોડો રૂપિયા લેનારી આ હૉટ એક્ટ્રેસે કર્યો ખુલાસો, મને પહેલી નોકરીમાં મળ્યા હતા ફ્કત 500 રૂપિયા........
Vidya_Balan
1/6
મુંબઇઃ બૉલીવુ઼ડમાં મહિલા પ્રધાન ફિલ્મોમાં દમદાર રૉલ નિભાવનારી એક્ટ્રેસ વિદ્યા બાલન બધા કરતા હટકે અભિનેત્રી છે. હવે તે બહુ જલ્દી આગામી ફિલ્મ 'શેરની'માં દેખાવવાની છે, આ ફિલ્મ આ મહિને 18 તારીખે અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. ફિલ્મમાં વિદ્યા બાલન એક ફૉરેસ્ટ ઓફિસરની ભૂમિકા નિભાવી રહી છે, આ ફિલ્મને લઇને વિદ્યા બાલન ખુબ એક્સાઇટેડ છે અને ફિલ્મનો પ્રમૉશન દરમિયાન તેને પોતાની કેરિયર વિશે ખુલીને વાત કરી હતી. તેને જણાવ્યુ કે, તેને કઇ રીતે એક સરકારી એડ કેમ્પેઇનથી કેરિયરની શરૂઆત કરી અને પછી બૉલીવુડમાં છવાઇ ગઇ.
2/6
તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલને બતાવ્યુ કે, કેટલાય વર્ષો પહેલા તેને રાજ્ય પર્યટન વિભાગ માટે એક કેમ્પેઇન કર્યુ હતુ. જેના દ્વારા તેને ફક્ત 500 રૂપિયા ફી મળી હતી.
3/6
આ એડમાં વિદ્યા સાથે બીજા ચાર લોકો હતા, જેમાં વિદ્યા બાલનની બહેન, કઝિન અને એક દોસ્ત સામેલ હતા. વળી વિદ્યાએ એ પણ ખુલાસો કર્યો કે તેનો શૂટ કરેલો પહેલો શૉ તો ક્યારેય પણ રિલીઝ જ ના થયો.
4/6
વિદ્યા બાલને બતાવ્યુ કે, પોતાની પહેલી ટીવી ઓડિશન માટે તે પોતાની સાથે માં અને બહેનને લઇને આવી હતી. તે શૉનુ નામ હતુ 'લા બેલા'. પરંતુ આ શૉ કોઇ કારણોસર ટેલિકાસ્ટ જ ના થઇ શક્યો.
5/6
જોકે, વિદ્યા બાલને પોતાની ઓળખ વર્ષ 1995માં આવેલી એકતા કપૂરની હિટ કૉમેડી શૉ 'હમ પાંચ'થી બનાવી હતી.
6/6
ઉલ્લેખનીય છે કે શેરનીમાં વિદ્યા બાલનની સાથે વિજય રાજ, નીરજ કાબી પણ દેખાશે. આ ફિલ્મને અમિત વી માસૂરકરે ડાયરેક્ટ કરી છે.
Published at : 17 Jun 2021 03:10 PM (IST)