Holi 2021: નેહા કક્કડ સહિત આ સેલેબ્સે લગ્ન બાદ પતિ સંગ રમી પહેલી રંગોની હોળી, જુઓ unseen તસવીરો
હોળી રંગોનો તહેવાર છે. હોળીના પર્વમાં લોકો મતભેદ ભૂલાવીને રંગો મસ્તીમાં ખોવાઇ જાય છે. આ ખાસ દિવસે કેટલાક સેલેબ્સ કપલે પતિ સંગ લગ્ન બાદ પહેલી રંગોની હોળી રમી. જોઇએ લગ્ન બાદ પહેલી હોળીની કપલ્સની મસ્તી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટર નીતિ ટેલરની લગ્ન બાદ પહેલી હોળી હતી. તેમણે તેમના પતિ પરિક્ષીત બાવા સાથે રંગોમાં તરબોળ થઇને ખૂબ મસ્તી કરી અને એન્જોયમેન્ટની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
સ્ટેન્ડઅપ કોમેડિયન અને ખતરાના ખેલાડીના કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલા બલરાજ સયાલે આ વર્ષે પત્ની દિપ્તીના સાથે લગ્ન બાદ પહેલી હોળી ધૂમધામથી મનાવી. બંને 2020માં લગ્ન કર્યાં હતા.
ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર પુનીત પાઠકે પણ આ વર્ષે અનોખી રીતે હોળીનું સેલિબ્રેશન કર્યુ. પુનીતે થોડા સમય પહેલા જ મૂનિ સિંહ સાથે લગ્ન કર્યાં. હોળીનો ફોટો શેર કર્યો તેમણે લખ્યું, “સૌને હેપી હોલી
ટીવીના ફેમસ કપલ કૃણાલ વર્મા અને પૂજા બેનર્જીએ વર્ષ 2020માં લગ્ન કર્યાં હતા. બંનેએ લગ્ન બાદ પહેલી હોળી મનાવી. કપલના રોમેન્ટીક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
એક્ટર મનીષ રાયસિંધને ગત વર્ષે 30 જૂને એક્ટર સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યાં હતા. બંનેની લગ્ન બાદ આ પહેલી હોળી હતી. બંને ખૂબ ધૂમધામથી હોળી મનાવી.
બોલિવૂડ સિંગર અને ઇન્ડિયન આઇડલમાં જજ કરી ચૂકેલી સિંગર નેહા કક્કડે વર્ષ 2020માં પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કર્યાં. બંનેની લગ્ન બાદ આ પહેલી હોળી હતી. બંનેએ પરિવાર સાથે જોરદાર રીતે રંગોની હોળી એન્જોય કરી.