Alia-Ranbir Wedding: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ‘વાસ્તુ’માં કર્યા લગ્ન, જુઓ લગ્નના શાનદાર Photos
Untitled_design_(6)
1/8
બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરે વાસ્તુમાં સાત ફેરા લીધા છે. લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ છે.
2/8
ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે લગ્ન આજે પૂર્ણ થઇ ગયા છે. રણબીર સાથે સાત ફેરા લીધા બાદ આલિયા હવે મિસિસ કપૂર બની ગઈ છે.
3/8
જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ. દુલ્હા અને દુલ્હન બનેલા આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સામે આવી છે.
4/8
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની શ્રેષ્ઠ તસવીરો શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે.
5/8
આલિયા અને રણબીરના આ ખૂબ જ અનોખા લગ્ન હતા. કારણ કે બંનેએ ઘરની બાલ્કનીમાં સાત ફેરા લીધા હતા.
6/8
વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહેતા રણબીર કપૂરે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે આ ઘરની બાલ્કનીમાં ઘણી ખાસ ક્ષણો વિતાવી છે, તેથી બંનેએ તેને પોતાના લગ્નનું સ્થળ બનાવ્યું છે.
7/8
આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં આલિયા ભટ્ટે એક પ્રેમભર્યો સંદેશ પણ શેર કર્યો છે જેમાં આલિયાએ લખ્યું છે : “આજે, મારા પરિવાર અને મિત્રો વચ્ચેના અમારા મનપસંદ સ્થાન પર - બાલ્કની જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા હતા - અમે લગ્ન કર્યા. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી... સ્મૃતિઓ જે પ્રેમ, હાસ્ય, હૂંફાળું મૌન, મૂવી રાત, ઝઘડા, વાઇન આનંદથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે.”
8/8
આલિયાએ આ તસવીરો શેર કરતાની સાથે જ તેને વાયરલ થવામાં વધુ સમય ન લાગ્યો કારણ કે દરેક વ્યક્તિ આ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આલિયા અને રણબીર વર-કન્યાના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતા હતા. ખાસ કરીને આલિયાનો લુક લાઈમલાઈટમાં આવી ગયો છે.
Published at : 14 Apr 2022 08:09 PM (IST)