લગ્ન બાદ આ કારણે 28થી વધુ વર્ષથી સિંગર અલ્કા યાજ્ઞનિક તેના પતિથી રહે છે અલગ
મુંબઈ: પોતાના સુરીલા અવાજથી લાખો દિલો પર રાજ કરનાર અલ્કા યાજ્ઞિક 56 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 20 માર્ચ 1966ના રોજ કોલકાતામાં થયો હતો. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી અલ્કાએ બાળપણથી જ તેની માતા પાસેથી સંગીત શીખતી હતી. નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે તે પોતાની માતા સાથે નસીબ અજમાવવા મુંબઈ આવી હતી. જોકે, મુંબઈ આવ્યા પછી પણ તેનો રસ્તો સરળ ન હતો. તેને તેના પ્રારંભિક તબક્કામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને માત્ર એક ગીત મેળવવા માટે તેણે ખૂબ જ મહેનત કરવી પડી હતી. ઘણી મહેનત બાદ આખરે તેને ફિલ્મોમાં ગાવાનો મોકો મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જાણીને નવાઈ લાગશે કે કરીના કપૂરના દાદા રાજ કપૂરને અલકા યાજ્ઞિકનો અવાજ એટલો ગમ્યો કે તેમણે તેને સંગીત નિર્દેશક લક્ષ્મીકાંત પાસે મોકલી. 1980માં આવેલી ફિલ્મ પાયલ કી ઝંકારમાં અલ્કાએ તેનું પહેલું ગીત ગાયું હતું.
અલકા યાજ્ઞિકને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં વધુ સમય નથી લાગ્યો. વાસ્તવમાં, પહેલી ફિલ્મ પાયલના ઝંકાર પછી, તેણે 1981માં અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસનું ગીત મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ ગાઈને છવાઇ ગઇ હતી. આ સમયે તે માત્ર 15 વર્ષના હતા.
આ પછી 1988માં આવેલી ફિલ્મ તેઝાબનું ગીત એક દો તીન... ગાઈને અલકા યાજ્ઞિકે ગાયકીની દુનિયામાં ઝંડો લગાવ્યો. આ ગીત પછી તેને એટલી લોકપ્રિયતા મળી કે તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ ગીત માટે તેમને શ્રેષ્ઠ સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
અલકા યાજ્ઞિકની પ્રોફેશનલ લાઈફની જેમ પર્સનલ લાઇફ પણ એટલી જ જટિલ છે. લગ્નના થોડા વર્ષો પછી તે તેના પતિ નીરજ કપૂરથી અલગ રહેવું પડ્યું હતું.
અલકાએ નીરજ કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત દિલ્હીના રેલવે સ્ટેશન પર થઈ હતી. વાસ્તવમાં અલકા કોઈ કામના કારણે દિલ્હી આવી હતી અને નીરજ તેને રિસીવ કરવા સ્ટેશન પહોંચ્યો હતો.
આ પ્રથમ મુલાકાત બાદ બંને મિત્રો બની ગયા હતા. નીરજ અવારનવાર અલકાને મળવા મુંબઈ જતો હતો અને બંને ઘણો સમય સાથે વિતાવતા હતા. પછી બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, તેઓએ તેમના સંબંધોને આગળ વધારવાનું વિચાર્યું.
1989માં બંન લગ્ન સૂત્રથી બંધાઇ ગયા. . અલ્કાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે - નીરજે મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા અને આખરે બંનેએ અલગ-અલગ શહેરોમાં રહીને પોતપોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું.
અલકા યાજ્ઞિકે પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મો સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે. ણે અનોખી રિશ્તા, જીવન ધારા, કામજોર, વિધાતા, અવતાર, કુલી, ઘર એક મંદિર, લવ મેરેજ, જાસ્મીન કી શાદી, ઘર ઘર કી કહાની, ખતરો કે ખિલાડી, કયામત સે કયામત તક, ત્રિદેવ, નરસિંહ, ફૂલ ઓર કોંટે સહિતની અનેક ફિલ્મના સોન્ગમા તેને સૂર આપ્યાં અને જે યાદગાર થઇ ગયા.